વર્લ્ડ બૅન્ક દ્વારા ઇકૉનૉમિક ગ્રોથ પ્રોજેક્શન ફુલગુલાબી આવતાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો

10 June, 2021 11:37 AM IST  |  Mumbai | Mayur Mehta

ઇકૉનૉમિક રિકવરી બાદ અનેક દેશો દ્વારા ટ્રાવેલ ઓપન કરવાની ચર્ચા શરૂ થતાં સોનાના લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ નબળા પડ્યા

ગોલ્ડ

વર્લ્ડ બૅન્ક દ્વારા તમામ ડેવલપ દેશોના ઇકૉનૉમિક ગ્રોથ પ્રોજેક્શનમાં વધારો કરવામાં આવતાં સોના-ચાંદીમાં વધ્યા ભાવથી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. વળી ઇકૉનૉમિક રિકવરી બાદ હવે ટ્રાવેલ ઓપન કરવાની ચર્ચા અમેરિકાની આગેવાની હેઠળ અનેક દેશો સાથે ચાલુ થતાં સોના-ચાંદીના લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ નબળા પડ્યા હતા જેને પગલે પ્રેસિયસ મેટલમાં વેચવાલી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૧૨ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહો 
બાઇડન એડમિસ્ટ્રેશન દ્વારા અમેરિકા, કૅનેડા, મેક્સિકો, યુરોપિયન દેશો અને બ્રિટનના પ્રતિનિધિઓનું એક્સપર્ટ ગ્રુપ બનાવીને એકબીજા દેશો વચ્ચે સલામત ટ્રાવેલિંગ કઈ રીતે શરૂ કરવું? તેની ચર્ચા શરૂ થઈ હતી જેને પગલે નોન અમેરિકન દેશોની કરન્સીમાં સુધારો થતાં ડૉલરનું મૂલ્ય ઘટીને ચાર મહિનાના તળિયે અને ફેડના અનિર્ણાયક સ્ટેન્ડને કારણે ટ્રેઝરી યીલ્ડ પાંચ સપ્તાહના તળિયે પહોંચતાં સોનાના ભાવ શરૂઆતમાં સુધર્યા હતા પણ ત્યાર બાદ ભાવ ઘટવા લાગ્યા હતા. સોનું ઘટતાં ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ પણ ઘટ્યા હતા. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
વર્લ્ડ બૅન્કે ઇકૉનૉમિક પ્રોસ્પેક્ટ ફુલગુલાબી બતાવ્યા છે, વર્લ્ડ બૅન્કના પ્રોજેક્શન અનુસાર વર્લ્ડનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૧માં ૫.૬ ટકા રહેશે, જે જાન્યુઆરીમાં મૂકેલા પ્રોજેક્શન કરતાં દોઢ ટકા વધારે છે. ૨૦૨૦માં વર્લ્ડનો ઇકૉનૉમિક ગ્રોથ કોરોનાને કારણે માઇનસ ૩.૫ ટકા રહ્યો હતો. વર્લ્ડનો ગ્રોથરેટ ૨૦૨૨માં ૪.૩ ટકા અને ૨૦૨૩માં ૩.૧ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું. જાન્યુઆરીમાં મુકાયેલા પ્રોજેક્શન કરતાં બન્ને વર્ષના પ્રોજેક્શનમાં વધારો કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ બૅન્કે અમેરિકાના ગ્રોથરેટનું પ્રોજેક્શન ૨૦૨૧ માટે ૩.૩ ટકા વધારીને ૬.૮ ટકા અને ૨૦૨૨નું પ્રોજેક્શન ૦.૯ ટકા વધારીને ૪.૨ ટકા મૂક્યું હતું, યુરોપિયન દેશોનું ગ્રોથ પ્રોજેક્શન ૨૦૨૧ માટે ૦.૬ ટકા વધારીને ૪.૨ ટકા અને ૨૦૨૨ માટે ૦.૪ ટકા વધારીને ૪.૪ ટકા મૂક્યું હતું. ચીનનું ગ્રોથ પ્રોજેક્શન ૨૦૨૧ માટે ૦.૬ ટકા વધારીને ૮.૫ ટકા અને ૨૦૨૨ માટે ૦.૨ ટકા વધારીને ૫.૪ ટકા મૂક્યું હતું. ભારતનું ગ્રોથ પ્રોજેક્શન ૨૦૨૧ માટે ૨.૯ ટકા વધારીને ૮.૩ ટકા અને ૨૦૨૨ માટે ૨.૩ ટકા વધારીને ૭.૫ ટકા મૂકયું હતું. ૨૦૨૦માં કોરોનાના કારણે મોટા ભાગના દેશોનો ઇકૉનૉમિક ગ્રોથ માઇનસમાં ચાલતો હતો જે ૨૦૨૧માં ફાસ્ટ વૅક્સિનેશનને કારણે અનેક દેશોની ગ્રોથ રિકવરી ફાસ્ટ બનતાં વર્લ્ડ બૅન્કે ઇકૉનૉમિક ગ્રોથ પ્રોજેક્શન વધાર્યું હતું. ચીનનું ઇન્ફ્લેશન મેમાં વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૧.૩ ટકા પહોંચ્યું હતું જે એપ્રિલમાં ૦.૯ ટકા હતો અને માર્કેટની ધારણા ૧.૬ ટકાની હતી. ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ મેમાં વાર્ષિક નવ ટકા અને મન્થ્લી ૬.૮ ટકા વધ્યો હતો, પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં સતત પાંચમા મહિને વધારો જોવા મળ્યો હતો. અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટામાં મે મહિનામાં દસ લાખનો વધારો થતાં આ ડેટા ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકાની એક્સપોર્ટ એપ્રિલમાં વધીને ૧૪ મહિનાની ઊંચાઈએ અને ઇમ્પોર્ટ ઘટતાં ટ્રેડ ગેપ ઘટીને ૬૮.૯ અબજ ડૉલરે પહોંચ્યો હતો જે માર્ચમાં ૭૫ અબજ ડૉલર હતો. વર્લ્ડ બૅન્ક, ચીન અને અમેરિકાના તમામ ડેટા ઇન્ફ્લેશન વધવાના સંકેત આપતાં ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ સોનામાં તેજીનો સંકેત આપનારા હતા. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ફીચ સૉલ્યુશને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમેરિકાના રિયલ ટ્રેઝરી યીલ્ડ સતત વધી રહ્યા હોઈ ઇન્ફ્લેશન પ્રેશર વધી રહ્યું છે આથી ફેડ દ્વારા હવે ટૂંકા ગાળામાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ચર્ચા શરૂ થશે તેવી ધારણા છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને એકાએક ટોન બદલાવતાં જણાવ્યું હતું કે હાયર ઇન્ટરેસ્ટ રેટ સોસાયટી અને ફેડ માટે અનુકૂળ રહેશે. વર્લ્ડ બૅન્કનું ગ્રોથરેટનું ફુલગુલાબી ચિત્ર અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ચર્ચાનું જોર જે રીતે વધી રહ્યું છે તેનો સ્પષ્ટ સંકેત છે કે સોનામાં શૉર્ટ ટર્મ એક ઉછાળો આવી શકે છે પણ મીડિયમથી લૉન્ગ ટર્મ હવે સોનામાં બહુ મોટી તેજી થવાના ચાન્સ હવે રહ્યા નથી. ફેડ અને તેની રાહે જ્યારે અન્ય બૅન્કો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરશે તે વખતે જીઓપોલિટિકલ ટેન્શન જેવી કોઈ સમસ્યા નહીં હોય તો સોનાના ભાવમાં ઘટાડાનો દોર ચાલુ થશે.

business news