કોરોનાનું જોર ઘટ્યું, રોકાણકારોની જાગરૂકતા વધીઃ બીએસઈ દ્વારા રોગચાળા બાદનો પ્રથમ ફિઝિકલ પરિસંવાદ યોજાયો

20 October, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના રોગચાળાને પગલે લાગુ નિયંત્રણો બાદ પહેલી વાર કોઈ કાર્યક્રમ ફિઝિકલી યોજાયો હતો, અર્થાત્  તેમાં સહભાગીઓ વર્ચ્યુઅલી નહીં, પણ સદેહે હાજર હતા. 

પ્રતીકાત્મક તસવીર

એમ તો આ કાર્યક્રમ રોકાણકારોની જાગરૂકતા માટેનો હતો, પરંતુ તેમાં એક વિશેષતા ઉમેરાઈ હતી. કોરોના રોગચાળાને પગલે લાગુ નિયંત્રણો બાદ પહેલી વાર કોઈ કાર્યક્રમ ફિઝિકલી યોજાયો હતો, અર્થાત્  તેમાં સહભાગીઓ વર્ચ્યુઅલી નહીં, પણ સદેહે હાજર હતા. 
સેબી અને સીડીએસએલના સહયોગથી તથા નાણાં મંત્રાલયના નેજા હેઠળ બીએસઈ ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (બીએસઈ આઇઈપીએફ) દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ શ્રેણી અંતર્ગત ૧૬ ઑક્ટોબરના રોજ ચેન્નઈમાં આ કાર્યક્રમ પાર પડ્યો હતો. 
સેબી અને સીડીએસએલના સહયોગથી અને નાણાં મંત્રાલયના નેજા હેઠળ બીએસઈ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (બીએસઈ આઈપીએફ)એ 16 ઓક્ટોબર 2021ના રોજ ચેન્નાઈ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ’’ શ્રેણી અંતર્ગત સેમિનાર રાખ્યો હતો. તેનો વિષય નાણાકીય સ્વાતંત્ર્ય માટે રોકાણકારોની જાગૃતિનો હતો. આ કાર્યક્રમમાં સેબીના પૂર્ણ સમયના મેમ્બર જી. મહાલિંગમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉક્ત સંસ્થાઓના અધિકારીઓ - એન. હરિહરન, બી. રાજેન્દ્રન, ખુશરો બલસારા, અને યોગેશ કુંદનાનીએ વક્તવ્ય આપ્યાં હતાં. કાર્યક્રમમાં કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ મર્યાદિત રોકાણકારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેનું યૂટ્યૂબ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું :હતું. આ પ્રસંગે મહાલિંગમે બીએસઈ આઈપીએફ અને વિબ્ગ્યોર એજ્યુકેશન્સનાં સુશ્રી પ્રિયા અગરવાલે કરેલી ખાસ પહેલ ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ.પ્લેજસર્ટિફિકેટ.ડોટ કોમને લોન્ચ કરી હતી. આ વેબસાઈટ પર ભારત અને વિશ્વના રોકાણકારો સમજદાર રોકાણકાર તરીકેના ગુણો અપનાવવાની અને નાણાકીય આઝાદી પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લઈ એક અંગત સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકે છે. અત્યાર સુધીમાં ૧૧,૦૦૦થી અધિક રોકાણકારોએ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યાં છે અને તેને વિવિધ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. 
આ પ્રસંગે જી. મહાલિંગમે  કહ્યું કે રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરતી વખતે નિયમોનું મહત્તમ પાલન કરવું જોઈએ અને અન્યોએ પ્રાપ્ત કરેલા અવાસ્તવિક વળતરોની વાતોથી દોરવાવું ન જોઈએ. 

business news bombay stock exchange