શેરડીના વાજબી ભાવ માટે રિકવરી રેટ ૧૦.૫ ટકા સાથે લિન્ક કરવા માગ

15 October, 2021 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇસ્મા કહે છે કે દેશમાં છેલ્લાં થોડાં વર્ષોથી ખાંડના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ખાંડના ભાવ અને રિકવરી રેટને લઈને ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશને કેન્દ્ર સરકારને રિકવરી રેટમાં વધારો કરવા માટે માગણી કરી છે. ઇસ્મા દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખીને શેરડીના યોગ્ય અને વાજબી ભાવને ખાંડનો રિકવરી રેટ હાલમાં ૧૦ ટકા છે, જેને વધારીને ૧૦.૫ ટકા સાથે લિન્ક કરવા માટેની માગણી કરી છે.

વર્તમાન સમયમાં શુગર મિલો ખાંડનો રિકવરી રેટ ૧૦ ટકા મુજબ પૈસા ચૂકવે છે અને જો રિકવરી રેટ ૧૦ ટકાથી વધારે આવે તો એના ઉપર પ્રીમિયમ ચૂકવવાનું રહે છે અને ૧૦ ટકાથી ઓછી રિકવરી આવે તો પૈસા ઓછા પણ ચૂકવે છે. આમ રિકવરી રેટ હાલમાં ૧૦ ટકા મુજબ ગણતરીને વાજબી ભાવ નક્કી કરવામાં આવે છે જેને પગલે મિલોએ ૧૦.૫ ટકા રિકવરી સાથે લિન્ક કરવા માગણી કરી છે. કેન્દ્ર સરકારે ચાલુ સીઝન વર્ષ માટે શેરડીના યોગ્ય અને વાજબી ભાવ ક્વિન્ટલે ૫ રૂપિયા વધીને ૨૯૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે. ઇસ્મા કહે છે કે દેશમાં છેલ્લાં થોડાં વર્ષોથી ખાંડના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને પગલે મિલોને મોટા પાયે નુકસાની પહોંચી રહી છે.

business news