ભારતમાં ગયા જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 131 લાખ કરોડ રૂપિયાના ડિજિટલ વ્યવહારો થયા હતા

11 June, 2021 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ગયા જાન્યુઆરીથી માર્ચ મહિનાના ગાળામાં ડિજિટલ વ્યવહારોનું મૂલ્ય ૧૩૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.

ફાઈલ તસવીર

ભારતમાં ગયા જાન્યુઆરીથી માર્ચ મહિનાના ગાળામાં ડિજિટલ વ્યવહારોનું મૂલ્ય ૧૩૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આ વ્યવહારોની સંખ્યા ૯૩.૭ કરોડ હોવાનું વર્લ્ડલાઇન ઇન્ડિયાએ ગુરુવારે જણાવ્યું હતું. 

કૅલેન્ડર વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રણ મહિનાના અંતે દેશમાં કુલ ડેબિટ કાર્ડની સંખ્યા ૮૯.૮ કરોડ અને ક્રેડિટ કાર્ડની સંખ્યા ૬.૨ કરોડ હતી. પૉઇન્ટ ઑફ સેલ ટર્મિનલ્સ ૪૭.૨ લાખ હતા. 

ઉક્ત સમયગાળામાં ડેબિટ કાર્ડથી થયેલા વ્યવહારોની સંખ્યા ૧૧૦ કરોડ અને મૂલ્ય ૧.૯૧ લાખ કરોડ રૂપિયા હતું. આ જ રીતે ક્રેડિટ કાર્ડના વ્યવહારો ૫૨.૪ કરોડ અને મૂલ્ય ૧.૯૭ લાખ કરોડ રૂપિયા હતું. 

રિઝર્વ બૅન્કે ગત નાણાકીય વર્ષના એના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં ડિજિટલ વ્યવહારોનું પ્રમાણ સંખ્યાની દૃષ્ટિએ ૨૬.૨ ટકા વધ્યું છે. 

જાન્યુઆરીથી માર્ચમાં મોબાઇલ આધારિત પૅમેન્ટની સંખ્યા ૮૩૨ કરોડ હતી, જેનું મૂલ્ય ૩૧.૯ લાખ કરોડ રૂપિયા હતું. એમાંથી મોબાઇલ વૉલેટ મારફતે ૪૧,૧૭૫ કરોડ રૂપિયાના ૧૧૩ કરોડ વ્યવહારો થયા હતા. યુનિફાઇડ પૅમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના પાંચ લાખ કરોડ રૂપિયા મૂલ્યના ૨૭૩ કરોડ વ્યવહારો થયા હતા. 

business news