ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટૅક્સની આવક દરેક રૂપિયે ૫૮ પૈસાની

02 February, 2023 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર એક્સાઇઝ ડ્યુટીમાંથી દરેક રૂપિયામાંથી ૭ પૈસા અને કસ્ટમ ડ્યુટીમાંથી ૪ પૈસા કમાવાનું વિચારી રહી છે. આવકવેરા દ્વારા ૧૫ પૈસા મળશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

સરકારની તિજોરીમાં આવનારા પ્રત્યેક રૂપિયામાંથી ૫૮ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી, ૩૪ પૈસા ધિરાણ અને અન્ય જવાબદારીઓમાંથી, ૬ પૈસા કરવેરા સિવાયની આવક (જેમ કે ડિસઇન્વેસ્ટમેન્ટ)માંથી અને બે પૈસા ડેટ સિવાયની મૂડીગત રકમમાંથી આવશે.

બુધવારે બજેટ મુજબ, આવકના દરેક રૂપિયામાં ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)નો ફાળો ૧૭ પૈસા હશે, જ્યારે કૉર્પોરેશન ટૅક્સનો હિસ્સો ૧૫ પૈસા હશે.

સરકાર એક્સાઇઝ ડ્યુટીમાંથી દરેક રૂપિયામાંથી ૭ પૈસા અને કસ્ટમ ડ્યુટીમાંથી ૪ પૈસા કમાવાનું વિચારી રહી છે. આવકવેરા દ્વારા ૧૫ પૈસા મળશે.

ખર્ચ જોઈએ તો સૌથી મોટો ખર્ચ વ્યાજની ચુકવણીનો હશે, જે દરેક રૂપિયામાંથી ૨૦ પૈસાનો હશે. ત્યાર બાદ રાજ્યોને આપવાના કરવેરા અને ડ્યુટીના હિસ્સા માટે ૧૮ પૈસા ખર્ચ થશે.
સંરક્ષણ ક્ષેત્ર માટેની ફાળવણી ૮ પૈસા છે.

કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ પરનો ખર્ચ દરેક રૂપિયામાંથી ૧૭ પૈસા હશે, જ્યારે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓ માટેની ફાળવણી ૯ પૈસા રખાઈ છે. ‘નાણાપંચ અને અન્ય ટ્રાન્સફર’ પરનો ખર્ચ ૯ પૈસા નક્કી કરવામાં આવ્યો છે. સબસિડી અને પેન્શનનો હિસ્સો અનુક્રમે ૯ પૈસા અને ૪ પૈસા હશે. સરકાર દરેક રૂપિયામાંથી ૮ પૈસાનો ખર્ચ ‘અન્ય ખર્ચ’ હશે. 

business news union budget nirmala sitharaman narendra modi