અર્થતંત્ર પુનરુત્થાનના માર્ગે આગળ વધી રહ્યું છે: નિર્મલા સીતારમણ

25 September, 2021 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટીનું કલેક્શન દર મહિને સરેરાશ ૧.૧૧ લાખ કરોડ અને ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં છે

નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે ભારતી અર્થતંત્ર પુનરુત્થાનના માર્ગે આગળ વધી રહ્યું છે. તેમણે આ નિવેદનના સમર્થનમાં કહ્યું હતું કે દેશમાં જીએસટી કલેક્શનમાં વધારો થઈ થઈ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય શૅરબજારમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. છૂટક અને નાના રોકાણકારો શૅરબજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. તેઓ ચંડીગઢમાં મીડિયાને સંબોધી રહ્યાં હતાં.

સીતારમણે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કરવેરાનું અર્ધવાર્ષિક લક્ષ્ય પહેલેથી જ પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને જીએસટીનું કલેક્શન દર મહિને સરેરાશ ૧.૧૧ લાખ કરોડ અને ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં છે. દર મહિને તેનું પ્રમાણ ૧.૧૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા રાખી શકાય. આ બધા સંકેતો નાના કે હંગામી નથી. તેઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે અર્થતંત્ર પુનરુત્થાનના માર્ગે છે.

business news