નિકાસ જૂનમાં વધી, વેપાર ખાધ પણ વધીને વિક્રમી ૨૫.૬૩ અબજ ડૉલર

05 July, 2022 08:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂન મહિનાની આયાતમાં ૫૧ ટકાનો વધારો જોવા મળ્યો

નિકાસ જૂનમાં વધી, વેપાર ખાધ પણ વધીને વિક્રમી ૨૫.૬૩ અબજ ડૉલર

દેશની નિકાસ જૂન મહિનામાં વાર્ષિક ધોરણે ૧૬.૭૮ ટકા વધીને ૩૭.૯૪ અબજ ડૉલર થઈ હતી; જ્યારે વેપાર-ખાધ વિક્રમી ૨૫.૬૩ અબજ ડૉલર થઈ ગઈ હતી જે ગયા વર્ષે ૯.૬૧ અબજ ડૉલરની હતી; જ્યારે જૂનમાં આયાત ૫૧ ટકા વધીને ૬૩.૫૯ અબજ ડૉલર થઈ હતી  એમ સરકારી ડેટાઓ કહે છે.
એપ્રિલ-જૂન મહિનાની સંયુક્ત નિકાસ ૨૨.૨૨ ટકા વધીને ૧૧૬.૭૭ અબજ ડૉલર અને આયાત ૪૭.૩૧ ટકા વધીને ૧૮૭.૦૨ અબજ ડૉલર થઈ છે. આમ ત્રણ મહિનાની વેપાર-ખાધ વધીને ૭૦.૨૫ અબજ ડૉલર થઈ છે જે ગયા વર્ષે ૩૧.૪૨ અબજ ડૉલરની હતી એમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું.

business news