એશિયાના નંબર વન શ્રીમંત બની ગયા ગૌતમ અદાણી

18 April, 2026 08:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા, સંપત્તિ ૯૨.૬ અબજ ડૉલર થઈ, વિશ્વમાં ઓગણીસમા સ્થાને પહોંચ્યા

ગૌતમ અદાણી

અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી ગઈ કાલે ૯૨.૬ અબજ ડૉલરની સંપત્તિ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. ગૌતમ અદાણી વૈશ્વિક સ્તરે ઓગણીસમા સ્થાને છે. બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી હવે એશિયાના બીજા સૌથી ધનિક તરીકે ૯૦.૮ અબજ ડૉલરની કુલ સંપત્તિ ધરાવે છે અને વૈશ્વિક સ્તરે વીસમા ક્રમે છે.

અબજોપતિઓની યાદીમાં ટોચના સ્થાને ઈલૉન મસ્ક ૬૫૬ અબજ ડૉલરની નેટવર્થ સાથે પહેલા સ્થાને છે.

gautam adani asia mukesh ambani elon musk business news