દેશનો જીડીપીનો ગ્રોથ ચાલુ વર્ષે ૮.૯ ટકા રહેશે : નાણાપ્રધાન

21 May, 2022 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલ ડેવલપમેન્ટ બૅન્કની વાર્ષિક બેઠકમાં ગ્રોથ માટે વૈશ્વિક સહકારની ભાવના પર ભાર મૂક્યો

ફાઇલ તસવીર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે દેશની મજબૂત સ્થિતિસ્થાપકતા અને ઝડપી પુનઃ પ્રાપ્તિને પ્રતિબિંબિત કરતા વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ ૮.૯ ટકાના દરે મજબૂત રહેવાની સંભાવના છે.
નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીતારમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આગામી નાણાકીય વર્ષમાં પણ ઉચ્ચ વૃદ્ધિદર હાંસલ કરવાનું ચાલુ રાખશે.
વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ન્યુ ડેવલપમેન્ટ બૅન્કના બોર્ડ ઑફ ગવર્નર્સની સાતમી વાર્ષિક બેઠકને સંબોધતાં તેમણે બહુપક્ષીયવાદના મહત્ત્વ અને આર્થિક પુનઃ પ્રાપ્તિ માટે વૈશ્વિક સહકારની ભાવના પર ભાર મૂક્યો હતો.
પ્રધાને સ્વીકાર્યું કે નૅશનલ ડેવલપમેન્ટ બૅન્કે ઊભરતી બજાર અર્થવ્યવસ્થા માટે પોતાને એક વિશ્વસનીય વિકાસ ભાગીદાર તરીકે સફળતાપૂર્વક સ્થાપિત કરી છે અને ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ભારત પ્રાદેશિક કાર્યાલયની સ્થાપનાની દિશામાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે. એનડીબી આવનારા દાયકાઓમાં એના સભ્ય-દેશોની વિકાસયાત્રામાં મહત્ત્વપૂર્ણ અને અર્થપૂર્ણ ભૂમિકા ભજવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

business news indian economy gdp nirmala sitharaman