૯૮,૧૦૦ રૂપિયાના ભાવ સાથે સોનાએ નવો રેકૉર્ડ બનાવ્યો

17 April, 2025 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનામાં પ્રતિ તોલાએ ૧૬૫૦ રૂપિયા તો ચાંદીમાં પ્રતિ કિલોએ ૧૯૦૦ રૂપિયાનો વધારો થયો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને ચીનમાં ચાલી રહેલી ટૅરિફ વૉરને લીધે વૈશ્વિક બજારમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે ત્યારે ગઈ કાલે ૯૮,૧૦૦ રૂપિયા પ્રતિ તોલાના ભાવ સાથે નવો રેકૉર્ડ કર્યો હતો. ઑલ ઇન્ડિયા સરાફા અ‌સોસિએશનના જણાવ્યા મુજબ ૧૦ ગ્રામ ૯૯.૯ પ્યૉર ગોલ્ડના ભાવમાં ગઈ કાલે ૧૬૫૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. સિલ્વરના ભાવમાં પણ પ્રતિ કિલો ૧૯૦૦ રૂપિયાનો વધારો થયો હતો. ‌૯૯.૫ સોનાનો ભાવ ૯૭,૬૫૦ રૂપિયા પ્રતિ તોલા તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો ગઈ કાલે ૯૯,૪૦૦ રૂપિયા રહ્યો હતો. 

business news gold silver price commodity market