16 May, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચેનું સંભવિત યુદ્ધ ટળી ગયું છે અને અમેરિકા અને ચીન વચ્ચે ટૅરિફ બાબતે સમજૂતી થવાને કારણે સોનાના ભાવમાં ગઈ કાલે ઘટાડો નોંધાયો હતો. ગઈ કાલે મુંબઈ અને દિલ્હી સહિત ભારતભરમાં ૨૪ કૅરૅટ સોનાના તોલાની કિંમતમાં ૩૫૦૦ રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો. રવિવારે ૨૩ કૅરૅટનો તોલાદીઠ ભાવ ૯૬,૪૦૦ રૂપિયા હતો એ ગઈ કાલે સાંજે ૯૩,૦૦૦ રૂપિયા બંધ આવ્યો હતો. ભારત જ નહીં ગ્લોબલ માર્કેટમાં પણ ગઈ કાલે સોનાના ભાવમાં ૧.૧૩ ટકાનો ઘટાડો થયો હતો.
ભારતમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે સોનાની ખરીદીમાં વધારો થવો જોઈએ, પણ છેલ્લા કેટલાક સમયથી સોનામાં ભારે ઉતાર-ચડાવ જોવામાં આવી રહ્યા છે ત્યારે લોકો હજી ઘટાડો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ખરીદી ટાળી રહ્યા હોવાનું સોનાના ઝવેરીઓનું માનવું છે.