27 May, 2023 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનસુખ માંડવિયા
રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ ફાર્મા-મેડિકલ ઉપકરણો ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે પોસાય એવા દરે ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું અને મૂળભૂત રસાયણો માટે પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજના લાવવાની જાહેરાત કરી હતી.
ફાર્મા અને મેડિકલ ડિવાઇસ સેક્ટર પરની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સને સંબોધતાં પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર ‘ગરીબ તરફી, ખેડૂતો તરફી પણ ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ છે’ અને કહ્યું કે તમામ નીતિઓ ઉદ્યોગ અને અન્ય હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી ઘડવામાં આવી રહી છે.
માંડવિયાએ હાઇલાઇટ કર્યું હતું કે ભારત એ ‘વિશ્વની ફાર્મસી’ છે અને ઉદ્યોગે એની નેતૃત્વની સ્થિતિ જાળવી રાખવા માટે સમગ્ર વિશ્વમાં વિકાસ વિશે જાગ્રત રહેવા ઉપરાંત સંશોધન અને નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઉદ્યોગે વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.
વૈશ્વિક સ્પર્ધા જીતવા માટે માંડવિયાએ જણાવ્યું હતું કે પોષણક્ષમતા લાવવાની અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવાની જરૂર છે. આપણે પોષણક્ષમતા અને ગુણવત્તા સાથે અમારી પ્રતિષ્ઠાને આગળ વધારવી પડશે. ગુણવત્તા સાથે સોદાબાજી કરવાથી અમારી વિશ્વ સ્તરીય પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. હુંએ સહન કરવા માગતો નથી એમ તેમણે કહ્યું હતું.