રિટાયરમેન્ટ પછી રજાનું પચીસ લાખ રૂપિયા સુધીનું એન્કૅશમેન્ટ ટૅક્સ-ફ્રી

26 May, 2023 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિનસરકારી કર્મચારીઓ માટે અત્યાર સુધી ત્રણ લાખ રૂપિયા જ હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બજેટની જાહેરાતને અનુરૂપ નાણામંત્રાલયે ખાનગી ક્ષેત્રના પગારદાર કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી રજા પેટે રોકડમાં મળતી રકમ માટે કરમુક્તિ મર્યાદા વધારીને ૨૫ લાખ રૂપિયા કરી છે.
અત્યાર સુધી, બિનસરકારી કર્મચારીઓ માટે રજા રોકડ પર કરમુક્તિ ત્રણ લાખ રૂપિયા હતી, જે ૨૦૦૨માં નક્કી કરવામાં આવી હતી, જ્યારે સરકારમાં સૌથી વધુ મૂળભૂત પગાર ૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ માસ હતો.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કલમ ૧૦ (૧૦AA)(ii) હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળેલી એકંદર રકમ ૨૫ લાખ રૂપિયાની મર્યાદાથી વધુ ન હોવી જોઈએ, જ્યાં આવી કોઈ પણ ચુકવણી સરકારી કર્મચારી સિવાયના કર્મચારીને એક કરતાં વધુ એમ્પ્લૉયર પાસેથી પ્રાપ્ત થઈ હોય. આમ નિવૃત્તિ અથવા અન્ય બિનસરકારી પગારદાર કર્મચારીઓની રજા પર રોકડ રકમ પર કરમુક્તિ માટેની મર્યાદા પહેલી એપ્રિલ ૨૦૨૩ની અસરથી ૨૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. 

business news income tax department union budget