29 January, 2025 07:12 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨.૯૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે જે અત્યાર સુધીની રેકૉર્ડબ્રેક ખરીદી છે.
ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં આ વર્ષે મગફળીના પાકનું ૧૮.૮૦ લાખથી વધુ હેક્ટરમાં રેકૉર્ડબ્રેક વાવેતર થયું હતું જે ગયા વર્ષની સરખામણીએ ૨.૫ લાખ હેક્ટર વધુ હતું. ભારત સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ૬૭૮૩ રૂપિયા જાહેર કરવામાં આવ્યો હતો જેથી મગફળીના વેચાણ માટે ગુજરાતના ૩.૭૨ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ૧૯૭ ખરીદ-કેન્દ્રો ખાતેથી ૨.૯૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૬૭૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની કુલ ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે ૨.૩૨ લાખ ખેડૂતોને ૫૧૭૨ કરોડ રૂપિયાથી વધુની ચુકવણી સીધી તેમના બૅન્ક-ખાતામાં કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પહેલી વાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચુકવણી કરવામાં આવી રહી છે.’