અમેરિકામાં હોમ લોનના વ્યાજદરમાં સતત ચોથા સપ્તાહે વૃદ્ધિ થઈ

20 January, 2022 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્ચ ૨૦૨૦ પછીનો આ સર્વોચ્ચ દર છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કેન્દ્રીય બૅન્ક આગામી દિવસોમાં નીતિવિષયક વ્યાજદરમાં મોટા પાયે વધારો કરે એવી સંભાવના છે એવામાં હોમ લોનના વ્યાજદર હાલમાં સતત ચોથા સપ્તાહે વધ્યા છે. આ દર છેલ્લાં લગભગ બે વર્ષમાં સર્વોચ્ચ છે. 
મોર્ગેજ બૅન્કર્સ અસોસિએશને બુધવારે જણાવ્યા મુજબ ૩૦ વર્ષની મુદત માટેની હોમ લોનનો સરેરાશ દર અગાઉના ૩.૫૨ ટકાની સામે ૧૪ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ૩.૬૪ ટકા થયો હતો. માર્ચ ૨૦૨૦ પછીનો આ સર્વોચ્ચ દર છે. એ વખતે ફેડરલ રિઝર્વે નીતિવિષયક વ્યાજદર લગભગ શૂન્યની નજીક લાવી દીધો હતો. હવે અમેરિકામાં ફુગાવો બે દાયકાની ટોચે પહોંચ્યો છે અને રોજગાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે એથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાની તૈયારીમાં છે. 
ડિસેમ્બર ૨૦૨૧માં ૩૦ વર્ષની હોમ લોન ૩.૨૭ ટકાના દરે મળતી હતી. ૧૪ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં લોન માટેની અરજીઓ પણ વધી હતી. 

business news