આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૦૨૬ પૉઇન્ટ ઘટ્યો

28 March, 2024 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૬,૫૨૪ ખૂલીને ૯૧,૧૨૬ની ઉપલી અને ૮૮,૫૯૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

બિટકૉઇનના ભાવમાં વધી ગયેલી ચંચળતા વચ્ચે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૧૩ ટકા (૧૦૨૬ પૉઇન્ટ) ઘટીને ૮૯,૯૧૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૬,૫૨૪ ખૂલીને ૯૧,૧૨૬ની ઉપલી અને ૮૮,૫૯૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટા ભાગના કૉઇન ઘટ્યા હતા, જેમાં ટોનકૉઇન ૯.૦૭ ટકા સાથે ટોચનો ઘટનાર હતો. અવાલાંશ, એક્સઆરપી અને સોલાનામાં ૪થી ૫ ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. લાઇટકૉઇન, શિબા ઇનુ અને ડોઝકૉઇનમાં ચાર ટકા સુધીની વૃદ્ધિ નોંધાઈ હતી. હૉન્ગકૉન્ગના નાણાકીય નિયમનકારે સ્પૉટ બિટકૉઇન ઈટીએફમાં રિડમ્પ્શન મૉડલ ઑફર કરવાનું વિચાર્યું છે. એને પગલે રોકાણકારો માટે બજારમાં મોટી તક ઉપલબ્ધ થશે.અન્ય એક અહેવાલ મુજબ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના નવીનતમ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પ્રાઇવેટ સ્ટેબલકૉઇન અને
સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)ને લીધે પેસિફિક ઓશનના દેશોમાં નાણાકીય સર્વસમાવેશ કરવામાં
મદદ મળશે. 

share market stock market crypto currency business news