આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૯૦ પૉઇન્ટનો ઘટાડો

24 April, 2024 06:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૮૨,૮૪૦ ખૂલીને ૮૪,૦૬૧ની ઉપલી અને ૮૨,૧૨૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તંગદિલી હળવી થવાને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે સાધારણ સુધારો થયો હતો. જોકે ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૧૧ ટકા (૯૦ પૉઇન્ટ) ઘટીને ૮૨,૭૫૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૨,૮૪૦ ખૂલીને ૮૪,૦૬૧ની ઉપલી અને ૮૨,૧૨૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટોનકૉઇન, અવાલાંશ, પોલકાડોટ અને શિબા ઇનુમાં ૧થી ૮ ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. એક્સઆરપી, કાર્ડાનો, ટ્રોન અને બીએનબીમાં સુધારો થયો હતો. દરમ્યાન, નોંધનીય ઘટનામાં અમેરિકન પ્રમુખપદ માટેના ઉમેદવાર રૉબર્ટ એફ. કૅનેડી જુનિયરે કહ્યું છે કે અમેરિકાનું બજેટ બ્લૉકચેઇન પર મૂકવામાં આવવું જોઈએ, જેથી એમાં પારદર્શકતા રહે અને દરેક અમેરિકન નાગરિક એને સહેલાઈથી વાંચી શકે. બિટગેટ રિસર્ચના અહેવાલ મુજબ મધ્ય પૂર્વમાં વર્ષાનુવર્ષ ધોરણે ક્રિપ્ટોનો ઉપયોગ વધ્યો છે. એમાં સૌથી વધુ વૃદ્ધિ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં થઈ છે. 

business news share market stock market sensex nifty crypto currency