આઇસી૧૫ ઇન્ડેક્સ ૩૪૧૫ પૉઇન્ટ વધ્યો

16 April, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડેક્સ ૭૯,૭૪૪ ખૂલીને ૮૩,૪૫૭ની ઉપલી અને ૭૭,૩૧૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

હૉન્ગકૉન્ગે સ્પૉટ બિટકૉઇન અને ઇથેરિયમ ઈટીએફને મંજૂરી આપી એને પગલે સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઉછાળો આવ્યો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૪.૨૮ ટકા (૩૪૧૫ પૉઇન્ટ) વધીને ૮૩,૧૫૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૯,૭૪૪ ખૂલીને ૮૩,૪૫૭ની ઉપલી અને ૭૭,૩૧૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા; જેમાંથી પૉલિગૉન, ટોનકૉઇન, સોલાના અને ઇથેરિયમ ૬થી ૯ ટકાની રેન્જમાં ટોચના વધનારા હતા.

હૉન્ગકૉન્ગમાં ક્રિપ્ટો માર્કેટનો વિકાસ થાય અને દેશ ક્રિપ્ટો ઉદ્યોગનું કેન્દ્ર બને એ દૃષ્ટિએ સિક્યૉરિટીઝ ઍન્ડ ફ્યુચર્સ કમિશને સ્પૉટ બિટકૉઇન અને ઇથેરિયમ ઈટીએફની અરજીઓ મંજૂર કરી છે. દરમ્યાન જપાનના શાસક  પક્ષ–લિબરલ ડેમોક્રેટિક પાર્ટી ક્રિપ્ટોકરન્સીને લગતા કરવેરામાં તત્કાળ ફેરફાર કરવા માટે એને લગતો કાયદો પસાર કરાવવા માગે છે.

business news share market stock market sensex nifty crypto currency