ખાંડમાં સરકારે સપ્ટેમ્બરનો વધુ ૨.૫૦ લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો

25 September, 2021 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકાર દ્વારા આ રીતે વચગાળાનો ક્વૉટા જાહેર કરાયો હોય તેવું ઘણાં વર્ષો બાદ પ્રથમવાર બન્યું હશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ખાંડના ભાવ ચાર વર્ષની ટોચે પહોંચ્યા હોવાથી અને તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ચાલુ મહિના માટે ખાંડનો વધારાનો ૨.૫૦ લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રીતે વચગાળાનો ક્વૉટા જાહેર કરાયો હોય તેવું ઘણાં વર્ષો બાદ પ્રથમવાર બન્યું હશે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે અગાઉ સપ્ટેમ્બર મહિના માટે કુલ ૨૨ લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો હતો, પરંતુ તે તહેવારોને ધ્યાનમાં રાખીને અપૂરતો હોવાથી ભાવ સતત વધી રહ્યા હોવાથી સરકારે ૨.૫૦ લાખ ટનનો વધારાનો ક્વૉટા જાહેર કરતાં હવે કુલ ક્વૉટા ૨૪.૫૦ લાખ ટનનો રહેશે, જે આગલા મહિને ૨૧ લાખ ટનનો જાહેર થયો હતો.ખાંડના વેપારીઓ કહે છે કે સરકારે વધારાનો ક્વૉટા જાહેર કર્યો હોવાથી હવે ખાંડની તેજીને હાલપૂરતી બ્રેક લાગી શકે છે. સરકાર ઑક્ટોબર મહિના માટે કેટલો ક્વૉટા જાહેર કરે છે તેના પર આગળની તેજી-મંદીનો આધાર રહેલો છે. હાલ સ્થાનિક ભાવ ઊંચા હોવાથી નવા નિકાસ વેપાર પણ શુગર મિલોએ હાલપૂરતા ટાળ્યા છે.

business news