બીજા ક્વૉર્ટરમાં દેશની જીડીપી ૮.૪ ટકાના દરે વધી : ઑક્ટોબરમાં આઠ મુખ્ય ક્ષેત્રોનો વૃદ્ધિદર પણ વધ્યો

01 December, 2021 03:49 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરમાં દેશની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોજેક્ટ)માં ૮.૪ ટકાના દરે વૃદ્ધિ થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરમાં દેશની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોજેક્ટ)માં ૮.૪ ટકાના દરે વૃદ્ધિ થઈ છે, જે કોરોનાના બીજા મોજા બાદ અર્થતંત્ર થાળે પડ્યાનું દર્શાવે છે. ગયા વર્ષે સમાન અરસામાં અર્થતંત્રમાં ૭ ટકા કરતાં વધુનો ઘટાડો આવ્યો હતો. 
નોંધનીય છે કે સરકારે વ્યાજદરમાં મોટો ફેરફાર કર્યો નથી, ફુગાવો કાબૂમાં રાખ્યો છે અને સરકારી ખર્ચ વધાર્યો છે. આ સ્થિતિમાં વિકાસનું વાતાવરણ સર્જાયું છે.
રિઝર્વ બૅન્ક અનેક વખત કહી ચૂકી છે કે દેશમાં આર્થિક સુધારો મજબૂત રહેશે. 
જીડીપીમાં મોટું વજન ધરાવતો ખાનગી વપરાશ બીજા ક્વૉર્ટરમાં ૮.૬ ટકાના દરે વધ્યો છે. આ જ રીતે સરકારી ખર્ચમાં ૮.૭ ટકાના દરે વધારો થયો છે અને કાયમી મૂડીના સર્જનનું પ્રમાણ ૧૧ ટકા વધ્યું છે.
અર્થતંત્રનાં આઠ મુખ્ય ક્ષેત્રોનો વૃદ્ધિદર ઑક્ટોબરમાં ૭.૫ ટકા હતો. ગયા વર્ષે ઑક્ટોબરમાં એ માઇનસ ૦.૫ ટકા અને ગયા સપ્ટેમ્બરમાં ૪.૫ ટકા હતો. 
સત્તાવાર આંકડા મુજબ કોલસો, નૅચરલ ગૅસ અને રિફાઇનરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગયા મહિને અનુક્રમે ૧૪.૬ ટકા, ૨૫.૮ ટકા અને ૧૪.૪ ટકાના દરે વધ્યું હતું. આ ૮ ક્ષેત્રોમાં કોલસો, સ્ટીલ, સિમેન્ટ, ખાતર, વીજળી, નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ અને ક્રૂડ ઑઇલનો સમાવેશ થાય છે.

business news gdp