સનફ્લાવર તેલની આયાત જાન્યુઆરીમાં ત્રણગણી વધીને વિક્રમી સ્તરે પહોંચી ગઈ

31 January, 2023 02:26 PM IST  |  Mumbai | Gaurav Sarkar

નવેમ્બરના છેલ્લા અઠવાડિયે અને ડિસેમ્બરની શરૂઆતમાં સોયાઑઇલ પર સનફ્લાવરનું ડિસ્કાઉન્ટ લગભગ ૧૦૦ ડૉલર પ્રતિ ટન સુધી વધી ગયું હતું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

દેશમાં જાન્યુઆરીમાં સનફ્લાવર તેલની આયાત વિક્રમી સપાટીએ પહોંચી છે. ખાદ્ય તેલ સાથે સંકળાયેલા ઍનલિસ્ટો કહે છે કે સનફ્લાવર તેલની જાન્યુઆરીમાં કુલ ૪.૭૩ લાખ ટનની આયાતનો અંદાજ છે, જે સરેરાશ માસિક આયાતની તુલનાએ ત્રણ ગણી વધારે છે. ટોચના નિકાસકાર દેશ એવા રશિયા અને યુક્રેન પોતાનો સ્ટૉક ઘટાડવાના મૂડમાં હોવાથી ભારતમાં આયાત વધી છે. વિશ્વના સૌથી મોટા ખાદ્ય તેલ આયાતકાર ભારત દ્વારા વિક્રમી આયાત, હરીફ સોયાઑઇલ માટે સનફ્લાવરનું ડિસ્કાઉન્ટ ૯ મહિનામાં સર્વોચ્ચ સ્તરે વિસ્તર્યું છે. આયાત વધવાથી કાળા સમુદ્રના મુખ્ય ઉત્પાદક દેશોને તેમનો સ્ટૉક ઘટાડવામાં મદદ મળશે, પરંતુ એ ભારતની પામઑઇલની આયાતને ઘટાડી શકે છે અને મલેશિયન પામઑઇલના ભાવ પર અસર કરી શકે છે. ઍનલિસ્ટો કહે છે કે ડિસેમ્બરમાં સનફ્લાવર ઑઇલના ભાવ ડિસ્કાઉન્ટમા હતા, પરિણામે આયાત વધી છે. નવેમ્બરના છેલ્લા અઠવાડિયે અને ડિસેમ્બરની શરૂઆતમાં સોયાઑઇલ પર સનફ્લાવરનું ડિસ્કાઉન્ટ લગભગ ૧૦૦ ડૉલર પ્રતિ ટન સુધી વધી ગયું હતું, જે ફેબ્રુઆરી ૨૦૨૨ પછી સૌથી વધુ છે, કારણ કે લડતા ઉત્પાદકો રશિયા અને યુક્રેને કાળા સમુદ્રના શિપમેન્ટને સુરક્ષિત માર્ગ પૂરો પાડવાના સોદા પછી વધુ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્ટરનૅશનલ સનફ્લાવર ઑઇલ અસોસિએશનના પ્રમુખ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે આ સોદાથી નિકાસકારોને અટવાયેલા સ્ટૉકપાઇલ્સને ખસેડવાની અને નવા કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વીતેલા ખાદ્ય તેલના સીઝન વર્ષમાં સનફ્લાવર તેલની સરેરાશ માસિક આયાત ૧.૬૧ લાખ ટનની હતી. દેશમાં ખાદ્ય તેલની આયાત વધવાને કારણે આયાતી તેલોના ભાવ પણ નીચા આવ્યા હોવાથી કપાસિયા વૉશ પણ સરેરાસ ઘટ્યું છે. હજી સિંગતેલની બજારમાં ઘટાડો નથી, પરિણામે જો સાઇડ તેલો વધુ ઘટશે તો સિંગતેલમાં પણ ઘટાડો આવે એવી ધારણા છે.

business news commodity market