હીલિંગ ફાર્મા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સફળતાની ગાથા

01 December, 2021 04:37 PM IST  |  Mumbai | Partnered Content

હિલિંગ ફાર્મા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ બન્ને જુવાન અને ક્રિયાશીલ ડિરેક્ટર્સનો ઘરેલું બિઝનેસ છે

ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉપસ્થિતિ સ્થાપવાની દિર્ઘદ્રષ્ટિ સાથે સફળતાની ઉંચાઈઓ હાંસલ કરવા માટે હીલિંગ સતત પ્રગતિશીલ રહ્યું છે

મિસ્ટર સંજય પારેખ અને મિસ્ટર હિતેશ જૈન માટે સર્જનાત્મકતા એટલે કે ક્રિએટીવિટી, ઘગશ, જોખમ ઉઠાવવાનું સાહસ, તેમનું જ્ઞાન અને નિષ્ફળતામાંથી સતત પ્રેરણા લેતો તેમનો અભિગમ એજ તેમની સફળતાનો મંત્ર છે. હિલિંગ ફાર્મા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ બન્ને જુવાન અને ક્રિયાશીલ ડિરેક્ટર્સનો ઘરેલું બિઝનેસ છે. બન્ને ડિરેક્ટર્સ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે આ બિઝનેસની શરુઆત ઘણી નાની વયમાં ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવીને કરી હતી. બન્નેનું સંયોજન અને તેમની કુશળતા થકી હીલિંગ ફાર્મા રુપે તેમણે સિદ્ધિ હાંસલ કરી છે. હીલિંગ ફાર્મા ભારતના નિમ્ન વર્ગ અને મધ્યમ વર્ગના લોકોની જરુરિયાતોને પૂરી કરવામાં સફળ સાબિત થઈ છે.

હીલિંગ ફાર્માની ટીમમાં શરુઆતમાં ફક્ત પાંચ જ સભ્યો હતા અને ફક્ત ૨૦ જ પ્રોડક્ટ હતી પરંતુ તેમનું સ્વપ્ન આકાશ આંબવાનું હતું. ત્યારબાદ હિલિંગે કુશળ ઉદ્યોગીય રણનીતિની મદદથી બહોળો ગ્રાહકવર્ગ ઉભો કર્યો જેના થકી તેમની બ્રાન્ડ અવેરનેસ પણ વધી અને તેથી જ સર્પ્ધાત્મક માર્કેટમાં સતત ટકી શક્યા છે. હીલિંગની શરુઆત ૨૦૧૭માં થઈ હતી અને ત્યારથી હીલિંગ સતત વિકસી રહ્યું છે. ફક્ત રુપિયા ૨ લાખના ઈનવેસ્ટમેન્ટ દ્વારા શરુ થયેલ હીલિંગે સીએનએફ, સ્ટોકિસ્ટ અને ડોક્ટર્સ તથા ફાર્મસી પાસે પહોંચતી સમર્પિત સેલ્સ ફોર્સ ટીમનું મજબૂત નેટવર્ક ઉભું કર્યું છે. જેનરીક ડ્રગ્સ પ્રોવાઈડરની યાદીમાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટો દેશ છે અને એટલે જ હીલિંગે તેની શરુઆત ભારતમાં તેમની પ્રોડક્ટ્સ પૂરી પાડવાના વિઝન સાથે કરી હતી.

હીલિંગને ફાર્માસ્યુટિકલ્સ ડોમેસ્ટીક માર્કેટમાં પ્રવેશવા માટે શરુઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હીલિંગ આજે જે સ્તર પર પહોંચ્યું છે એના અણધાર્યા વિકાસથી અમે ખુશ છીએ. નિષ્ફળતાથી સતત ચિંતા અને સ્ટોકિસ્ટ પાસેથી ન મળતો પૂરતો સહયોગ જેવી સમસ્યાઓનો હીલિંગની ટીમના સભ્યો હકારાત્મક અભિગમ કેળવીને સામનો કરે છે જેથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધે છે.

હીલિંગે તેના ફ્લેગશિપ પ્રોડક્ટ ‘લુલિકોનાઝ – એન્ટી ફંગલ ક્રીમ’ સાથે માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. માર્કેટમાં આ પ્રોડક્ટને બહોળી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ અને ઘણી સફળ સાબિત થઇ. આના કારણે ખૂબ જ ટૂંકા સમયગાળામાં વેચાણ પણ વધ્યું. આનાથી હીલિંગનો જુસ્સો પણ વધ્યો અને ફાર્માસ્યુટિકલ, ન્યુટ્રાસ્યુટિકલ, આર્યુવેદિક, હર્બલ અને હોર્મોન પ્રિપરેશનની નવી નવી પ્રોડક્ટ લોંચ કરવાની પ્રેરણા પણ મળી. આજે હીલિંગ ફાર્મા ભારતના ૧૨ રાજ્યોમાં હાજરી ધરાવે છે અને ટીમમાં ૨૨૫ થી પણ વધુ સેલ્સ ઓફિસર્સ છે.

ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉપસ્થિતિ સ્થાપવાની દિર્ઘદ્રષ્ટિ સાથે સફળતાની ઉંચાઈઓ હાંસલ કરવા માટે હીલિંગ સતત પ્રગતિશીલ રહ્યું છે અને તે માટર નિરંતર આગળ વધી રહ્યું છે.

business news