કચ્છી માડુંની કંપનીએ બજારમાં ઇતિહાસ રચી દીધો

24 September, 2021 08:03 AM IST  |  Mumbai | Anil Patel

પારસ ડિફેન્સનો આઇપીઓ ૩૦૪ ગણો છલકાયો

કચ્છી માડુંની કંપનીએ બજારમાં ઇતિહાસ રચી દીધો

કચ્છી માડુંની મુંબઈ કંપની પારસ ડિફેન્સના આઇપીઓએ લિટરલી તહેલકો મચાવી દીધો છે. ૧૦ના શૅરદીઠ ૧૭૫ની અપર બૅન્ડ સાથે ૨૧ સપ્ટેમ્બરે ખૂલેલો લગભગ ૧૭૧ કરોડ રૂપિયાનો આ ઇશ્યુ ગુરુવારે છપ્પરફાડ રિસ્પૉન્સ સાથે બંધ થયો છે. ભરણું કુલ મળીને ૩૦૪.૨૬ ગણું છલકાયું છે, અને હા, આ એક રેકૉર્ડ છે. ઇશ્યુ રીટેલમાં ૧૧૨.૮ ગણો, એચએનઆઇમાં ૯૨૭.૭ ગણો અને ક્યુઆઇબીમાં ૧૬૯.૭ ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ આમ તો ૨૪૦-૨૫૦ જેવા સંભળાય છે, પણ માલ મળવો મુશ્કેલ છે. સબ્જેક્ટ-ટૂના રેટ ૧૬,૦૦૦ રૂપિયા તો કોષ્ટકમાં ૨૫૦૦ના રેટ બોલાય છે. જાણકારો કહે છે કે ઇશ્યુ જે અસાધારણ રીતે ભરાઈ ગયો છે એને કારણે પ્રીમિયમ વધીને ૩૦૦ થઈ જાય તો નવાઈ નહીં. કેટલાક અભ્યાસુ દાઢમાં જણાવે છે કે કંપનીના નામમાં ‘ડિફેન્સ’ શબ્દ જોઈને લોકોની ડાગળી ચસકી ગઈ લાગે છે. આ સિવાય ૩૦૦ ગણા રિસ્પૉન્સને લાયક કહી શકાય એવું કાંઈ જ કંપનીમાં નથી.
બાય ધ વે, અત્યાર સુધીના ઇતિહાસમાં ૧૫૦ ગણા કરતાં વધુ ભરાયા હોય એવા મેઇન બોર્ડમાં કુલ ૧૫ આઇપીઓ છે. પારસ ડિફેન્સ આ સવા ડઝનને બાજુએ હડસેલીને પ્રથમ સ્થાને બિરાજમાન થઈ ગઈ છે. અહીં હાઇએસ્ટ રિસ્પૉન્સવાળા આ પાંચ ઇશ્યુની યાદી ટેબલમાં આપી છે :

હાઇએસ્ટ ઓવર-સબસ્ક્રાઇબ્ડ આઇપીઓ કયા?

નોંધ : ઇશ્યુ સાઇઝ કરોડ રૂપિયામાં તથા ઇશ્યુની પ્રાઇસ રૂપિયામાં છે.

business news