ખાસ વરિષ્ઠ નાગરિકો માટેની આરોગ્ય વીમા પૉલિસીઓ વિશે જાણો

26 January, 2022 02:59 PM IST  |  Mumbai | Nisha Sanghvi

સામાન્ય સંજોગોમાં આરોગ્ય વીમા પૉલિસીઓ ઢગલાબંધ મળી જાય છે, પરંતુ વરિષ્ઠ નાગરિકો માટે બની હોય એવી પૉલિસીઓ તારવવાનું અઘરું હોય છે

પ્રતીકાત્મક તસવીર

ગયા વખતે આપણે વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમો કઢાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વાત કરી. સામાન્ય સંજોગોમાં આરોગ્ય વીમા પૉલિસીઓ ઢગલાબંધ મળી જાય છે, પરંતુ વરિષ્ઠ નાગરિકો માટે બની હોય એવી પૉલિસીઓ તારવવાનું અઘરું હોય છે. આથી મેં ખાસ વરિષ્ઠ નાગરિકો માટે બની હોય એવી કેટલીક પૉલિસીઓ અહીં દર્શાવી છે. આશા છે કે આપ એનો ઉપયોગ કરી શકશો. કઈ પૉલિસી સારી એના વિશે અહીં કોઈ વાત કરવામાં આવી નથી, કારણ કે કોઈની તરફેણ કરવાનું જાહેર મંચ પર યોગ્ય હોતું નથી. ચાલો, વરિષ્ઠ નાગરિકો માટેની અલગ-અલગ કંપનીઓની આરોગ્ય વીમા પૉલિસીઓ પર એક નજર કરી લઈએ...
કોષ્ટકમાં જણાવવામાં આવેલા પ્લાન્સ ઉપરાંત પણ અનેક કંપનીઓ ૬૦ કે ૬૫ વર્ષની મહત્તમ ઉંમર સુધીના પ્લાન્સ ધરાવે છે. જોકે, એ પ્લાન્સ ૧૮ વર્ષની ઉંમરથી લઈ શકાય એવા હોય છે. કો-પે વિશે આપણે આ કટારમાં અગાઉ વાત કરી ગયા છીએ એથી એના વિશે ટૂંકમાં ફક્ત એટલું જ કહેવાનું કે કો--પેમાં જણાવાયેલી શરતો અનુસાર વીમાધારકે ક્લેમના અમુક ટકા રકમ જાતે ભરવાની હોય છે.

સવાલ તમારા…
મારાં પિતા ૬૪ અને માતા ૬૦ વર્ષનાં છે. શું તેમણે મેડિક્લેમ કઢાવવા માટે મેડિકલ ટેસ્ટ કરાવવાં પડશે?
હાલ કોવિડની સ્થિતિમાં કંપનીઓ પાયાનાં અમુક ટેલિ મેડિકલ્સ કરાવે છે. જરૂર પડ્યે અમુક કંપનીઓ તમારાં મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહી શકે છે. સામાન્ય સંજોગોમાં મોટી ઉંમરે મેડિકલ ટેસ્ટ વગર આરોગ્ય વીમા આપવામાં આવતા નથી.

business news