લુપિન હવે ચીનમાં પણ પોતાની પ્રોડક્ટ્સ વેચશે

20 January, 2022 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનની કંપની સાથેનો આ પહેલો કરાર છે અને વિશ્વભરના દરદીઓ સુધી જેનરિક દવાઓ પહોંચાડવાના ઉદ્દેશની પૂર્તિની દિશામાં મોટું પગલું છે

મિડ-ડે લોગો

દવા ઉત્પાદક લુપિન કંપનીએ બુધવારે જણાવ્યા મુજબ તેણે ચીનમાં પોતાની પ્રોડક્ટ્સના વેચાણ માટે શેનઝેન ફોન્કૂ ફાર્માસ્યુટિકલ કંપની સાથે કરાર કર્યા છે. ચીનની કંપની સાથેનો આ પહેલો કરાર છે અને વિશ્વભરના દરદીઓ સુધી જેનરિક દવાઓ પહોંચાડવાના ઉદ્દેશની પૂર્તિની દિશામાં મોટું પગલું છે, એમ કંપનીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ ભાગીદારી હેઠળ ચીનમાં પહેલી પ્રોડક્ટ ટૂંક સમયમાં જ લૉન્ચ કરવામાં આવશે, એમ કંપનીએ કહ્યું છે. મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી લુપિન વિશ્વના ૧૦૦ કરતાં વધુ દેશોમાં અનેક બ્રૅન્ડેડ અને જેનરિક દવાઓ ઉપરાંત બાયોટેક્નૉલૉજી પ્રોડક્ટ્સ વિકસાવે છે તથા વેચે છે.

business news