ભારતમાં જૂની કારના ખરીદદારોમાં યુવાનો સૌથી વધારે છે : કાર્સ-૨૪ના અભ્યાસનું તારણ

04 December, 2021 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ની કારના ખરીદદારોમાં યુવાનોનું પ્રમાણ ૮૦ ટકા છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં જૂની કારની ખરીદીમાં યુવાનો સૌથી વધારે છે, એવું કાર્સ-૨૪ના એક અભ્યાસમાં જણાઈ આવ્યું છે. 
કંપનીએ અગ્રણી સંશોધન કંપની ઇપ્સોસ સાથે સહકાર સાધીને અહેવાલ તૈયાર કરાવ્યો છે, જેમાં વપરાયેલી કારના ઉપયોગ બાબતે માહિતી ભેગી કરવામાં આવી છે. જૂની કારના ખરીદદારોમાં યુવાનોનું પ્રમાણ ૮૦ ટકા છે. તેઓ ઍપ આધારિત અને વેબ આધારિત માધ્યમોનો ઉપયોગ કરીને ખરીદી કરી રહ્યા છે. 
યુવાનો જૂનાં વાહનો ખરીદી કરી રહ્યા છે એ બાબતે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નવાં વાહનોના ભાવ વધી ગયા છે અને કોરોનાને લીધે જીવનશૈલીમાં પરિવર્તન આવી ગયું છે. એ ઉપરાંત ઓનલાઇન વેચાણકર્તાઓ પણ માર્કેટમાં આવી ગયા છે. આ પરિબળોને લીધે જૂનાં વાહનોનું વેચાણ વધ્યું છે. પુરુષોની સાથે સાથે હવે મહિલાઓ પણ કાર ખરીદી કરવા લાગી છે. જૂની કારની ખરીદીનું પ્રમાણ ગયા વર્ષે સરેરાશ ૧૦ ટકા હતું, જે આ વર્ષે વધીને ૫૦ ટકા થઈ ગયું છે. નજીકના ભવિષ્યમાં તેમાં હજી વધારો થશે. 
લોકો સૌથી વધારે (૪૩ ટકા) પ્રમાણમાં હેચબૅક કારની પસંદગી કરે છે. એસયુવીનું પ્રમાણ ૨૬ ટકા છે. ખરીદદારોમાં પેટ્રોલ એન્જિનની કાર વધારે પ્રચલિત છે. 

business news