ન્યુઝ શોર્ટમાં : એચડીએફસીએ વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો

01 October, 2022 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફુગાવાનો અંદાજ ૬.૭ ટકાની સપાટી પર જાળવી રખાયો અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

ફુગાવાનો અંદાજ ૬.૭ ટકાની સપાટી પર જાળવી રખાયો

રિઝર્વ બૅન્કે શુક્રવારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક ભૌગોલિક રાજકીય વિકાસ વચ્ચે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના ફુગાવાના અંદાજને ૬.૭ ટકા પર જાળવી રાખ્યો હતો. બૅન્કેના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ફુગાવાની અસર સ્થાનિક બજાર પર ભારે પડી રહી છે. બૅન્કે સપ્ટેમ્બર ક્વૉર્ટર માટે રીટેલ ફુગાવો ૭.૧ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ત્રીજા ક્વૉર્ટર માટે ફુગાવો ૬.૫ ટકા અને માર્ચ ક્વૉર્ટરમાં ૫.૮ ટકા રહેવાનો અંદાજ છે અને જોખમો સમાન રીતે સંતુલિત છે તેમ ગવર્નરે જણાવ્યું હતું.

 

એચડીએફસીએ વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો

મૉર્ગેજ ધિરાણકર્તા એચડીએફસી લિમિટેડે શુક્રવારે એના ધિરાણદરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ્સનો વધારો કર્યો હતો. રિઝર્વ બૅન્કના વ્યાજદર વધારા બાદ એચડીએફસીએ પણ વ્યાજદર વધારતાં હાઉસિંગ લોનના માસિક હપ્તામાં વધારો થશે. દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીએ જણાવ્યું હતું કે ‘એચડીએફસી હાઉસિંગ લોન પર એના રીટેલ પ્રાઇમ લૅન્ડિંગ રેટમાં વધારો કરે છે, જેના પર તેના ઍડ્જસ્ટેબલ રેટ હોમ લોનના દરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો. કંપની દ્વારા આ સાતમો વધારો છે. 

 

business news