ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

26 January, 2022 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારુતિ સુઝુકી ઇન્ડિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૪૮ ટકા ઘટ્યો; ફેડરલ બૅન્કના નફામાં ૨૯ ટકાની વૃદ્ધિ અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

મારુતિ સુઝુકી ઇન્ડિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૪૮ ટકા ઘટ્યો

મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ગયા ઑક્ટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૪૭.૮૨ ટકા વધીને ૧૦૪૧.૮૦ કરોડ રૂપિયા થયો છે. પાછલા વર્ષે નફો ૧૯૯૬.૭૦ કરોડ રૂપિયા હતો, એમ કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે. સમીક્ષા હેઠળના ગાળામાં એની કામકાજી કન્સોલિડેટેડ આવક ગયા વર્ષના ૨૩,૪૭૧.૩૦ કરોડ રૂપિયાથી ઘટીને ૨૩,૨૫૩.૩૦ કરોડ રૂપિયા થયો હતો.

 

ફેડરલ બૅન્કના નફામાં ૨૯ ટકાની વૃદ્ધિ

ફેડરલ બૅન્કનો ગયા ઑક્ટોબર-ડિસેમ્બરના સમયગાળાનો ચોખ્ખો નફો ૨૯ ટકાની વૃદ્ધિ સાથે ૫૨૨ કરોડ રૂપિયા થયો છે. ખાનગી ક્ષેત્રની આ બૅન્કે ગયા વર્ષે સમાન ગાળામાં ૪૦૪.૧૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરની તેની કુલ આવક ૩૯૨૬.૭૫ કરોડ રૂપિયા થઈ છે જે ગયા વર્ષે ૩૯૩૪.૯૦ કરોડ રૂપિયા હતી,  

business news