14 September, 2026 10:44 AM IST | Mumbai | Ashok Patel
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, સૌ પ્રથમ તો જૈન વાચકમિત્રોને ‘મિચ્છા મિ દુક્કડં’ જે માફ કરે છે તે જ મિત્રો છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૩૦૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૬૨.૯૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૪૮૫.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૭૩૩.૬૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૪,૭૮૧.૭૬ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૯૧૮ ઉપર ૭૫,૪૫૬, ૭૫,૮૦૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૪,૧૬૦ નીચે ૭૩,૩૧૮ અંતિમ સપોર્ટ ગણાય. બજાર હાઇલી ઓવરસોલ્ડ હોવાથી પ્રત્યાઘાતી ઉછાળો આવી શકે છે. ક્રૂડના ભાવ તેમ જ વૈશ્વિક સમાચારો પર નજર રાખવી હિતાવહ છે. બજારમાં જે પણ ઉછાળા આવે અે મંદી બજારના ઉછાળા સમજવા. જે ધારણા પ્રમાણે ના ન હોય. થોડા સમય બાદ બજાર વધુ મોટા ઘટાડા દર્શાવે તો નવાઈ નહીં. નિફ્ટી ફ્યુચર ૨૧,૮૬૦નું લેવલ તોડશે તો મોટા ઘટાડાની શરૂઆત થશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૩,૮૪૮.૮૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
રૅડિકો ખૈતાન (૪૩૬૮.૧૦) ઃ ૪૭૪૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪૪૮ ઉપર ૪૪૮૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૪૩૬૨ નીચે ૪૧૮૩ સુધીની શક્યતા જોવા મળશે.
રિલાયન્સ (૧૨૫૭.૫૦) ઃ ૧૩૩૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮૩ ઉપર ૧૩૦૭ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૪૯ નીચે નબળાઈ વધતી જોવાશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૮૬૯.૨૦)ઃ ૫૮,૩૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈદિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭,૨૫૦ ઉપર ૫૭,૪૭૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૫,૯૬૯ નીચે નબળાઈ આગળ વધતી જોવાશે.
નિફ્ટી ફ્યુચર (૨૩,૪૮૫.૨૦)
૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૫૧૭ ઉપર ૨૩,૭૦૦, ૨૩,૮૨૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૩૦૦ નીચે ૨૩લ૧૦૫ અંતિમ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
મારુતિ (૧૨,૪૦૦.૦૦)
૧૪,૨૯૫.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨,૬૭૨ ઉપર ૧૨,૮૩૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૨,૩૮૧ નીચે ૧૨,૦૭૮ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે. મન્થ્લી ચાર્ટ પર ૧૨,૦૭૮ તૂટશે તો ભારે પેનિક આવી શકે છે
ગોદરેજ પ્રૉપર્ટી (૧૭૪૮.૦૦)
૨૧૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૮૨ ઉપર ૧૮૧૮, ૧૮૫૪, ૧૮૭૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૭૧૯ નીચે ૧૭૧૦, ૧૬૭૪, ૧૬૩૮, ૧૬૦૨ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. ઉછાળે વેચવાલી જોવાશે.