નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૬,૧૧૬ અને નીચામાં ૨૫,૮૨૦, ૨૫,૭૫૦ મહત્ત્વની સપાટીઓ

03 November, 2025 08:38 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળા પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૮૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૯૦.૮૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૯૦૫.૫૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૭૩.૧૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૩,૯૩૮.૭૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૩૦૩ ઉપર ૮૪,૭૧૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૩,૯૦૫ નીચે ૮૩,૬૮૦, ૮૩,૩૬૦, ૮૩,૦૪૦, ૮૨,૭૨૦, ૮૨,૬૦૦ સુધીની શક્યતા. ગયા શુક્રવારે ડિફેન્સ તેમ જ સરકારી બૅન્કોમાં સારી ખરીદી જોવાઈ છે. શૅરબજાર એટલે વહાલા તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બત્તી. આપણી સહનશકિત મુજબ વેપાર કરવો. આ બજારમાં ધાર્યુ કરતાં અણધાર્યું વધુ બનતું હોય છે. બજારનો ટૂંકા ગાળાનો અન્ડરટોન નરમ છે. લાંબા ગાળાના માસિક ચાર્ટ પર નબળાઈ નથી. નદી, નાવ, સંજોગ મુજબ વેપાર કરવો.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળા પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (RECTANGLE= અવારનવાર જોવા મળતી આ એક કન્ટિન્યુએશન ચાર્ટ-પૅટર્ન છે.) સમાન શક્તિ ધરાવતાં બે જૂથ વચ્ચે થતા યુદ્ધને લીધે રેક્ટેન્ગલ રચના થતી હોય છે. ટૉપ અથવા બૉટમ વખતે જો આ રચના થાય તો ટ્રેન્ડ રિવર્સલનો સંકેત મળે છે. ટૉપ કરતાં બૉટમ રિવર્સલ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે રેક્ટેન્ગલ ફૉર્મેશન વિશે વિગતવાર જોઈએ. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૮૪૩.૮૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પંજાબ નૅશનલ બૅન્ક (૧૨૨.૮૯) ૧૦૦.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૪ ઉપર ૧૩૦, ૧૩૭.૩૫ મહત્ત્વની સપાટી ગણાય જે કુદાવે તો ૧૪૩, ૧૫૫ સુધીની શક્યતા. લાંબી રેસનો ઘોડો છે. નીચામાં ૧૧૮ સપોર્ટ ગણાય.

આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક (૮૧.૭૭) ૬૮.૩૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૨.૬૫ ઉપર ૮૫.૫૦, ૮૮.૫૦, ૯૧, ૯૪.૫૦, ૯૭.૫૦, ૧૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૯ નીચે ૭૭ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૮,૧૮૪.૬૦) ૫૪,૩૦૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૮૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૮,૦૫૦, ૫૭,૮૯૦, ૫૭,૭૭૦ નીચે નબળાઈ સમજવી.

નિફ્ટી ફ્યુચર (૨૫,૯૦૫.૫૦)

૨૬,૨૮૪.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૧૧૬ ઉપર ૨૬,૨૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫,૮૯૦ નીચે ૨૫,૮૨૦ તૂટતાં નબળાઈ વધતી જોવાશે. નીચામાં ૨૫,૭૫૦, ૨૫,૬૪૦, ૨૫,૫૪૦, ૨૫,૪૩૦, ૨૫,૪૦૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ભારત ફૉર્જ (૧૩૨૪.૭૦)

૧૧૭૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૨૯ ઉપર ૧૩૩૮, ૧૩૫૬ મહત્ત્વની સપાટી ગણાય. એ કુદાવશે તો સંગીન સુધારો જોવાશે. નીચામાં ૧૩૦૪ નીચે ૧૨૮૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

યુનિયન બૅન્ક (૧૪૮.૬૭)

૧૨૪.૬૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૩.૪૫ ઉપર ૧૬૨.૫૪ મહત્ત્વની સપાટી ગણાય. એની ઉપર સંગીન સુધારો જોવા મળી શકે. નીચામાં ૧૪૧ સપોર્ટ ગણાય. આ સાથે લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: મને મૂકીને હું મારા સુધી પહોંચી નથી શકતો, નહીં તો હું જ મંજિલ થઈ શકું એવો ઉતારો છું. -બેફામ 

business news sensex nifty stock market share market national stock exchange bombay stock exchange