નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૨૧૭ અને નીચામાં ૨૩,૯૭૫ મહત્ત્વની સપાટીઓ

12 May, 2025 08:30 AM IST  |  Mumbai | Ashok Trivedi

પૅટર્નની શરૂઆતના તબક્કામાં જાણકારોની વેચવાલી પૂરી થતી હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૨૧૬.૬૮ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૯૮૪ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૩૫.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૦૬૫.૫૦ બંધ રહ્યુ તેમ જ BSE ઇન્ડેક્સ ૧૦૪૭.૬૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯,૪૫૪.૩૪ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૦૩૩  ઉપર ૮૦,૧૩૫, ૮૦,૨૭૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૮,૯૬૮ નીચે ૭૮,૬૦૫ તૂટે તો ૭૮,૧૩૦, ૭૭,૮૬૫, ૭૭,૫૨૦, ૭૭,૪૨૦, ૭૬૯૦૦ સુધીની શક્યતા જોવા મળશે. સીમાડાના સમાચાર જોતા રહેવું. બજારની વધ-ઘટ સીમાડાની બદલાતી પરિસ્થિતિ પર નિર્ભર રહેશે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (વૉલ્યુમ = આ રચના વખતે વૉલ્યુમ પૅટર્ન પણ અલગ હોય છે. બીજી ટ્રાયેન્ગલ પૅટર્નમાં જેમ-જેમ ભાવોની વધ-ઘટ સંકડાતી જાય તેમ-તેમ વૉલ્યુમ પણ ઘટતું હોય છે, જ્યારે આ પૅટર્નમાં આનાથી વિરુદ્ધ થતું હોય છે એટલે કે જેમ-જેમ પ્રાઇઝ સ્વિંગ પહોળી થાય છે તેમ-તેમ વૉલ્યુમ વધવાની શક્યતા રહે છે. આવી પરિસ્થિતિ ત્યારે નિર્માણ થાય છે જ્યારે માર્કેટ પર કોઈ નિયંત્રણ નથી હોતું. પૅટર્નની શરૂઆતના તબક્કામાં જાણકારોની વેચવાલી પૂરી થતી હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૨૧૬.૬૮ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

એસબીઆઇ લાઇફ (૧૬૯૯.૮૦)ઃ ૧૭૯૭.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૨૩ ઉપર ૧૭૨૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૯૩ નીચે ૧૬૮૩, ૧૬૬૦, ૧૬૩૭ સુધીની શક્યતા જોવા મળશે.
ભારત ફોર્જ (૧૧૬૫.૬૦) ઃ ૯૧૯.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૭૭ ઉપર ૧૧૯૨, ૧૨૧૯, ૧૨૩૫, ૧૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૩૮ નીચે ૧૧૧૧ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૩,૭૩૨.૦૦) ઃ ૫૬,૧૯૪.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪,૪૦૦ ઉપર ૫૪,૪૯૦, ૫૫,૦૩૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૩,૮૮૫ નીચે ૫૩,૨૦૦, ૫૨,૭૮૦, ૫૨,૩૫૦, ૫૧,૯૩૦ સુધીની શક્યતા જોવા મળશે.

૨૪,૭૧૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૧૮૫ ઉપર ૨૪,૨૧૭, ૨૪,૩૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૯૭૫ નીચે ૨૩,૮૨૫, ૨૩,૬૪૦, ૨૩,૫૪૫, ૨૩,૪૬૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાહિક ચાર્ટ આપ્યો છે.

૧૯૫૪.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક  ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૦૪ ઉપર ૧૯૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૮૮૬ નીચે ૧૮૭3, ૧૮૫૪, ૧૮૪૩, ૧૮૨૯, ૧૮૧૯ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

૫૩૫.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧૧ ઉપર ૬૨૩, ૬૩૭, ૬૫૭, ૬૬૩, ૬૭૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૯૬ નીચે ૬૭૬, ૬૬૬ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

business news nifty sensex stock market national stock exchange bombay stock exchange