23 February, 2026 09:27 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૩૮૯.૭૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૫.૯૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫૫૮૪.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૮૭.૯૫ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૮૧૪.૭૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૩,૧૩૩ ઉપર ૮૩,૫૧૦, ૮૩,૬૩૦, ૮૩,૯૮૦, ૮૪,૦૬૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૨,૨૦૬ નીચે ૮૨,૧૩૦, ૮૧,૭૩૦ સુધીની શક્યતા.મંગળવારે માસિક એક્સપાયરી છે. પોઝિશન મુજબ ભારે અફરાતફરી જોવા મળશે. અમેરિકન સુપ્રીમ ર્કોટે અમેરિકન પ્રમુખે લગાવેલી ટૅરિફને ગેરકાયદે ઠરાવતાં સોમવારે બજાર ભારે ઉપલા ગૅપથી ખૂલશે અને ભારે વેચાણકાપણી જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૪,૪૦૯ અને ૨૧,૮૬૦ ગણાય. (ROLE REVERSAL = અત્યાર સુધી આપણે સપોર્ટ લેવલ એટલે કે પાછલું બૉટમ અને રેજિસ્ટન્સ લેવલ એટલે કે પાછલું ટૉપ એમ સમજ્યા હતા, પણ દર વખતે આવું નથી હોતું. અમુક વખતે સપોર્ટ અને રેજિસ્ટન્સ એ રિવર્સલની ભૂમિકા પણ ભજવે છે. જ્યારે સપોર્ટ અથવા તો રેજિસ્ટન્સ લેવલ સારી એવી રીતે તૂટે અથવા તો ક્રૉસ થાય છે ત્યારે એ એના કામને બદલે એની ઊલટી ભૂમિકા ભજવે છે.(ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૬૭૧.૨૧ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
આઇઓબી (૩૬.૨૧) : નીચામાં ૩૩.૫૦ના બૉટમથી ૧૨ મહિનાથી સાઇડવોઝમાં છે. નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯ ઉપર ૪૦ કુદાવે તો ૪૯ સુધીની શક્યતા. નીચામાં ૩૫ નીચે ૩૩.૫૦ રૉક બૉટમ ગણી શકાય. ધીરજ હોય તો જ ધ્યાન ધરવું.
પંજાબ નૅશનલ બૅન્ક (૧૨૯.૫૯) : ૧૩૩૨.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૧ ઉપર ૧૩૪, ૧૩૭.૩૪ કુદાવે તો ૧૪૧, ૧૪૪, ૧૪૭, ૧૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૨૩ નીચે ૧૨૧ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફટી ફ્યુચર (૬૧૧૭૯.૨૦) : ૬૦૧૨૧.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧,૪૦૦ ઉપર ૬૧,૫૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૦,૬૧૬ નીચે ૬૦,૧૨૧ તૂટે તો નીચે ૫૯,૮૩૬, ૫૯,૬૭૦, ૫૯,૪૭૦, ૫૯,૨૬૦,૫૯,૦૬૦, ૫૮,૮૬૦ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૨૫૫૮૪.૭૦) : ૨૬,૩૨૦ના ટૉપથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૬૮૮ ઉપર ૨૫,૭૨૮, ૨૫,૮૭૭ પ્રતિકારક સપાટી ગણાય. ૨૫,૮૭૭ ઉપર ૨૬,૦૦૫, ૨૬,૦૬૮ રસાકસીની સપાટી ગણાય. એની ઉપર ૨૬,૧૧૦, ૨૬,૨૧૫, ૨૬,૩૨૦ મહત્ત્વની સપાટી સમજવી. નીચામાં ૨૫,૪૭૫ નીચે ૨૫,૩૮૯ તૂટે તો ૨૫,૩૭૦, ૨૫,૩૦૫, ૨૫,૨૬૫, ૨૫,૧૫૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એમ્ફેસિસ (૨૫૭૩.૮૦) : ૨૯૭૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૦૨ ઉપર ૨૪૫૦, ૨૪૮૦, ૨૫૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩૬૦ નીચે, ૨૩૨૧, ૨૨૬૩, ૨૨૩૫ સુધીની શક્યતા આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એસ્ટ્રલ (૧૬૩૬.૬૦) : ૧૩૩૨.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૬૨૭ ઉપર ૭૭૦૦, ૭૭૭૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૪૪ ઉપર ૧૬૫૩ કુદાવે તો ૧૬૮૪, ૧૭૨૨, ૧૭૬૦ સુધીની શક્યતા. નીચામાં ૧૬૧૦ નીચે ૧૫૯૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: તેમણે અમથું જ પૂછ્યું, ‘કેમ છો?’ એટલામાં અમને સારું થઈ ગયું. - ચંદ્રેશ મકવાણા