05 October, 2026 10:24 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૩૨૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૫૬.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૫૩૦.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૮૬.૦૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૧,૯૦૯.૭૦ બંધ રહ્યો. ઉપરમાં ૭૨,૫૭૩ ઉપર ૭૩,૦૬૩, ૭૩,૫૨૦ પ્રતીકારક સપાટી ગણાય જે કુદાવે તો પ્રત્યાઘાતી સુધારો જોવાય. નીચામાં ૭૧,૨૯૨ નીચે ૭૧,૦૦૦ તૂટે તો ૬૯,૧૩૦, ૬૭,૨૪૦, ૬૩,૪૬૦ વધ-ઘટે ૬૦,૦૦૦ સુધી પણ આવી શકે. મિત્રો ચાર્ટ પર જોવા મળતી હેડ ઍન્ડ શૉલ્ડર્સ પૅટન માસિક ચાર્ટ પર જોવા મળે તો ખૂબ જ મોટી વધ-ઘટનો સંકેત આપે છે.
ઓવરબૉટ ઝોનમાં મંદીતરફી પૅટર્ન ઝડપી ઘટાડો અને ઓવરસોલ્ડ ઝોનમાં જોવા મળે તો ઉછાળા બાદ ઘટાડો જોવાય છે. ઓવરસોલ્ડ ઝોનમાં જોવા મળતી તેજીતરફી પૅટર્ન ઝડપી સુધારો અને ઓવરબૉટ ઝોનમાં જોવા મળે તો ઘટાડા બાદ સુધારો જોવા મળતો હોય છે. સાથે બીજાં ઇન્ડિકેટરો જોવાં પણ જરૂરી હોય છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૦૫૩.૩૬ છે જે ક્લોઝિંગ પ્રાઇઇના આધારે રોજ બદલાયા કરે છે.
હિન્દુસ્તાન યુનિલીવર (૧૮૩૬.૦૦) : ૨૨૩૯.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૦૭ ઉપર ૧૯૨૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૮૨૬ નીચે ૧૭૯૬, ૧૭૨૫ અને ૧૭૨૫ તૂટે તો વધ-ઘટે ૧૪૦૦ સુધીની શક્યતા જોવા મળશે.
રેડિકો ખેતાન (૪૨૩૭.૦૦) : ૪૬૧૪.૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩૯૦ ઉપર ૪૪૨૨, ૪૫૧૬ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૪૨૩૪ નીચે ૪૧૮૩, ૪૦૪૩, ૩૯૭૨ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪,૭૯૪.૮૦) : ૫૮,૩૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૪૬૧, ૫૫,૮૦૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૩,૮૧૦ નીચે ૫૨,૮૦૦ મહત્ત્વની સપાટી ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૨,૫૩૦.૩૦) : ૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨,૭૦૨ ઉપર ૨૨,૯૩૫ પ્રતીકારક સપાટી ગણાય જેની ઉપર પ્રત્યાઘાતી સુધારો જોવાય. નીચામાં ૨૨,૩૨૧ નીચે ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ તૂટે તો વધ-ઘટે ૧૮,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર (૨૮૬૦.૦૦) : ૩૫૩૪.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૬૦ ઉપર ૩૦૦૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૮૧૨ નીચે ૨૭૩૫, ૨૬૪૫, ૨૫૫૫, ૨૪૭૦, ૨૩૮૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે જેમાં હેડ ઍન્ડ શૉલ્ડર્સ પૅટર્ન જોઈ શકાય છે.
મારુતિ (૧૧,૩૮૬.૦૦) : ૧૩,૭૬૧.૯૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧,૮૭૫ ઉપર ૧૨,૦૪૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૧,૩૦૫ નીચે ૧૦,૪૮૦, ૯૬૩૫, ૮૭૯૦, ૮૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે જેમાં હેડ ઍન્ડ શૉલ્ડર્સ પેટર્ન જોઈ શકાય છે.
શૅરની સાથે શેર: શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે. - ધુની માંડલિયા