નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૫૯૦, નીચામાં ૨૩,૧૫૦ અને ૨૩,૦૦૦ મહત્ત્વની સપાટીઓ

08 June, 2026 09:32 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૨૧૨ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૯૭.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૪૫૧.૭૦ બંધ રહ્યું હતું તેમ જ BSE ઇન્ડેક્સ ૫૩૨.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૪,૨૪૩.૩૪ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૮૬૨, ૭૫,૨૬૭ ઉપર સુધારાતરફી ગણાય. નીચામાં ૭૩,૪૯૨ નીચે ૭૩,૦૦૦ સપોર્ટ ગણાય. ઇન્ડેક્સ અને બૅન્ક નિફ્ટી ફયુચરના ગૅપ પુરાઈ ગયા છે. નિફ્ટી ફ્યુચરનો ગૅપ પુરાયો નથી જે પૂરવા બજાર ગમે ત્યારે નીચે આવી શકે છે એમ સમજીને ચાલવું. સોમવારે (આજે) બજાર નીચા ગૅપથી ખૂલે તો ગભરાટમાં ખોટો ર્નિણય ન લેવો.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (ત્યારે આ બાબત નોંધનીય રીતે સાચી પડતી હોય છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ કેટલા માર્જિનથી તૂટે છે એ પણ જોવું મહત્ત્વનું છે. આના માટે અલગ-અલગ ચાર્ટિસ્ટો અલગ-અલગ સિદ્ધાંતો અપનાવે છે. મેજર સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ માટે ઘણા ચાર્ટિસ્ટો ૧૦ ટકા પેનિટ્રેશન થાય તો જ એને મહત્ત્વનું ગણે છે અને નાના લેવલ માટે ૩થી ૫ ટકાનું પેનિટ્રેશન મહત્ત્વનું ગણે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૬૪૬.૫૨ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

HFCL (૧૮૭.૨૩) : ૫૯.૮૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૮.૯૮ સુધી આવી ગયો. ઉપરમાં ૧૯૨, ૧૯૮, ૨૦૫, ૨૦૯, ૨૧૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૮૪ નીચે ૧૭૮ સપોર્ટ ગણાય જેની નીચે નફારૂપી વેચવાલી આવી શકે. મુખ્ય સપોર્ટ ૧૪૯, ૧૩૪ ગણાય.

રિલાયન્સ (૧૨૯૧.૦૦) : ૧૪૬૬.૪૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૧૦ ઉપર ૧૩૨૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૮૩ નીચે ૧૨૬૧, ૧૨૩૦, ૧૧૯૯, ૧૧૬૮, ૧૧૩૬ સુધીની શક્યતા જોવા મળશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪,૭૮૧.૬૦) : ૫૨,૮૭૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૨૦૦ ઉપર ૫૫,૬૦૦, ૫૬,૩૨૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૪,૨૮૭, ૫૨,૯૦૦, ૫૨ ૮૭૨ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૨૩,૪૫૧.૭૦) : ૨૪,૬૦૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૬૫૦, ૨૩,૭૬૫ ઉપર સુધારાતરફી ગણાય. નીચામાં ૨૩,૩૨૦, ૨૩,૨૯૦, ૨૩,૨૧૨, ૨૩,૧૮૦, ૨૩,૧૫૦ સુધીની શક્યતા ઊભી જ છે. ૨૩,૧૫૦ નીચે ૨૩,૦૦૦, ૨૨,૮૫૦ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. 

સમ્માન કૅપિટલ (૧૮૪.૨૮) : ૧૩૪.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક, તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૨.૩૪ સુધી આવી ગયો. ૧૯૩ ઉપર ૧૯૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭૭ નીચે ૧૭૨ સપોર્ટ ગણાય. આ સાથે લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે. 

એમ્બેસી ડેવલપમેન્ટ (૫૮.૫૯) : ૭૫.૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૨ ઉપર બંધ આવે તો સુધારાતરફી ગણાય. નીચામાં ૫૭.૫૦, ૫૫.૩૬ તૂટે તો ૫૩.૧૦, ૫૦.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. ચાર્ટ પર બે મોટા તેજી ગૅપ જોઈ શકાય છે જે પૂરવા નીચે આવી શકે છે. ઘટાડે રોકાણ કરી શકાય.

શૅરની સાથે શેર: જો બારણું તૂટે તો સરખું કરાય પાછું, વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?- અનીલ ચાવડા

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange