નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૫૫૦ ઉપર ૨૪,૭૭૫ અને નીચામાં ૨૩,૬૨૫ મહત્ત્વની સપાટીઓ...

20 April, 2026 09:12 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૬૨૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૬૭ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૩૬૮ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૯૪૩.૨૯ પૉઇન્ટના નેટ સુધારે ૭૮,૪૯૩.૫૪ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૭૩૦ ઉપર ૭૯,૬૦૫, ૮૦,૨૦૦, ૮૦,૫૦૦, ૮૦,૮૦૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૭,૦૬૩ નીચે ૭૫,૮૬૮ તૂટે તો ૭૫,૧૨૦, ૭૪,૬૮૦  સુધીની શક્યતા જોવા મળશે. મંગળ અથવા બુધવાર સુધીમાં કદાચ માર્કેટ ટૉપ બનાવી શકે. ગૅપ પૂરવા માટે બજાર કોઈ પણ ખરાબ કારણસર ગમે ત્યારે નીચે આવી શકે એમ સમજીને ચાલવું.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (દા.ત. ભાવો અગર વધતાં પહેલાં સાઇડવેઝમાં સાંકડી વધ-ઘટે ત્રણ અઠવાડિયાં સુધી રહે અથવા તો ફક્ત ત્રણ-ચાર દિવસ સુધી રહે તો ત્રણ અઠવાડિયાંની વધ-ઘટવાળો એરિયા વધારે મહત્ત્વનો ગણાય. (૨) સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલનું મહત્ત્વ જાણવાનું બીજું સાધન છે વૉલ્યુમ. અમુક સપોર્ટની રચના જો હેવી વૉલ્યુમે થઈ હોય તો એ દર્શાવે છે કે ઘણા શૅરોની હાથબદલી થઈ છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૮૧૫.૬૪ છે, જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

હ્યુંદાઇ મોટર (૧૯૦૨.૮૦) : ૧૬૫૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૨૩  ઉપર ૧૯૪૬, ૧૯૬૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮૮૦ નીચે ૧૮૫૭, ૧૮૩૫ સપોર્ટ ગણાય.        

JSW એનર્જી (૫૩૮.૦૫) : ૪૬૬.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક  ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૧  ઉપર ૫૫૭, ૫૬૧, ૫૭૭, ૫૮૫, ૬૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૧૫  સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૬૬૬.૮૦) : ૫૦,૦૯૩.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૯૯૫ ઉપર ૫૭,૩૩૫, ૫૮,૦૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૫,૮૭૫ નીચે ૫૪,૬૦૬ તૂટે તો ૫૪,૪૪૦, ૫૩,૭૧૦, ૫૨,૯૪૦ સુધીની શક્યતા જોવા મળશે.

નિફ્ટી ફ્યુચર (૨૪,૩૬૮.૦૦) : ૨૨,૨૭૬.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૩૯૪ ઉપર ૨૪,૪૨૫, ૨૪,૫૫૦, ૨૪,૬૭૭, ૨૪,૭૭૫, ૨૪,૮૮૫, ૨૫,૦૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૯૩૫ નીચે ૨૩,૬૨૫ તૂટે તો ૨૩,૫૪૦, ૨૩,૨૮૦, ૨૩,૧૮૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે જેમાં ૮મી એપ્રિલે પડેલો તેજીગૅપ જોઈ શકાય છે.

HFCL (૯૫.૪૦) : ૫૯.૮૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૬  ઉપર ૧૦૨, ૧૦૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૭ સપોર્ટ ગણાય. આ સાથે  લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે. 

સોના BLW (૫૯૩.૮૫) : ૪૩૬.૨૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯૭ ઉપર ૬૧૭, ૬૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૭૦ નીચે ૫૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.  

શૅરની સાથે શેર : નોખો પડે છે દંભની દુનિયાનો રંગમંચ, પડદો પડી જશે પછી નાટક શરૂ થશે.  - હિમલ પંડ્યા.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange