31 January, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૅશનલ સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (એનએસઈ)ના ધ્યાનમાં આવ્યું છે કે એક લુચ્ચી વ્યક્તિ નામે ‘અનૈશા પાટીલ’ કે જે મોબાઇલ નંબર 62671 78479, ઈ-મેઇલ આઇડી national.financial.awareness@gmail.com , પોતે ‘જનરલ મૅનેજર-એનએસઈ’ હોવાનો દાવો કરે છે અને એનએસઈની નૅશનલ ફાઇનૅન્શિયલ અવેરનેસ ઍકૅડેમીનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું અને એની સાથે જોડાણ હોવાનો ખોટો દાવો કરે છે. આ એનએસઈના નામ અને લોગોનો જાણીજોઈને કરાઈ રહેલો દુરુપયોગ છે. આ વ્યક્તિ ગવર્નમેન્ટ આઇટીઆઇ, ધોરાજી જિલ્લા રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ યોજી રહી છે.
એનએસઈને જાણ કરવામાં આવી છે કે આ બહુરૂપિયાએ ૨૦૨૫ની ૩૦ જાન્યુઆરીએ એક કાર્યક્રમ પણ યોજ્યો હતો, જેની સાથે એનએસઈ કોઈ પણ રીતે જોડાયેલું નથી.
લોકોને સાવધ કરવામાં આવે છે કે આ બાબતની નોંધ લેવામાં આવે અને આવા કાર્યક્રમોમાં પોતાને જોખમે ભાગ લેવો. આવા કાર્યક્રમોમાં કરવામાં આવેલા કોઈ પણ દાવા, કૃત્યો, વિવાદો, ભિન્ન મતો માટે એનએસઈ જવાબદાર રહેશે નહીં. એનએસઈ આવી વ્યક્તિઓ વિરુદ્ધ યોગ્ય જણાશે એ કાનૂની પગલાં ભરશે.