પેટીએમને ૧૬,૬૦૦ કરોડ રૂપિયાના આઇપીઓ માટે સેબીની મંજૂરી મળી

23 October, 2021 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિજિટલ ફાઇનૅન્શિયલ સર્વિસ કંપની પેટીએમને ૧૬,૬૦૦ કરોડ રૂપિયાના આઇપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર-સેબીની મંજૂરી મળી ગઈ છે.

પ્રતિકાત્મક તસવીર

ડિજિટલ ફાઇનૅન્શિયલ સર્વિસ કંપની પેટીએમને ૧૬,૬૦૦ કરોડ રૂપિયાના આઇપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર-સેબીની મંજૂરી મળી ગઈ છે.
કંપની આ મહિનાના અંત સુધીમાં શૅરબજારમાં લિસ્ટિંગ કરાવવાનો અંદાજ ધરાવે છે. આઇપીઓ પૂર્વે કરાતા શૅરના વેચાણ વગર જ આઇપીઓ લાવવાનું આયોજન છે. 
સૂત્રોએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું હતું કે સેબીએ પેટીએમને આઇપીઓ માટે મંજૂરી આપી દીધી છે. 
કંપની આ વેચાણના આધારે ૧.૪૭થી ૧.૭૮ લાખ કરોડ રૂપિયાનું વૅલ્યુએશન થવાનો અંદાજ ધરાવે છે.
ન્યુ યૉર્કસ્થિત સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસના ફાઇનૅન્સ વિષયના પ્રાધ્યાપક અને વૅલ્યુએશનના નિષ્ણાત અશ્વથ દામોદરને પેટીએમના દરેક શૅરનો ભાવ ૨૯૫૦ રૂપિયા રાખી શકાય એવો મત વ્યક્ત કર્યો છે. 

business news