પ્રાઇવેટ બૅન્કોમાં પ્રમોટરો ૧૫ વર્ષ પછી ૨૬ ટકા સુધી હિસ્સો રાખી શકશે

27 November, 2021 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કે ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં ૧૫ વર્ષ પછી પ્રમોટરોને ૨૬ ટકા સુધી હિસ્સો રાખવાની મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. 

ફાઇલ ફોટો

રિઝર્વ બૅન્કે ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં ૧૫ વર્ષ પછી પ્રમોટરોને ૨૬ ટકા સુધી હિસ્સો રાખવાની મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. 
પ્રાઇવેટ બૅન્કોની કૉર્પોરેટ માલિકી સંબંધે રચાયેલા કાર્યકારી જૂથની મોટા ભાગની ભલામણોનો કેન્દ્રીય બૅન્કે સ્વીકાર કર્યો છે. પહેલાં પાંચ વર્ષ સુધી અમર્યાદિત હિસ્સો રાખવા દેવામાં આવશે અને ૧૫ વર્ષ પછી હાલના ૧૫ ટકાના સ્થાને ૨૬ ટકા સુધી હિસ્સો રાખવા દેવામાં આવશે એવું નક્કી થયું છે. 
આ નિર્ણયનો લાભ કોટક મહિન્દ્ર બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક સહિતની અગ્રણી ખાનગી બૅન્કોને થશે. 
રિઝર્વ બૅન્કે જણાવ્યા અનુસાર કાર્યકારી જૂથની ૩૩માંથી ૨૧ ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બાકીની ભલામણો વિશે વિચારણા ચાલી રહી છે. 

business news reserve bank of india