24 May, 2025 01:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ કેન્દ્ર સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું રેકૉર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠક યોજાઈ હતી. આ દરમ્યાન ડિરેક્ટર બોર્ડે એપ્રિલ ૨૦૨૪ - માર્ચ ૨૦૨૫ દરમ્યાન રિઝર્વ બૅન્કની કામગીરીની પણ ચર્ચા કરી હતી અને ૨૦૨૪-’૨૫ માટે રિઝર્વ બૅન્કના વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી હતી. આ સાથે બોર્ડે કેન્દ્ર સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાના સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી હતી જે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં આપવામાં આવેલા ૨.૧ લાખ કરોડ રૂપિયાથી ઘણું વધારે છે. આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે આપેલું ડિવિડન્ડ ૮૭,૪૧૬ કરોડ રૂપિયા હતું.