01 November, 2026 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતના ટેક્સટાઇલ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા કેન્દ્ર સરકારે કપાસની આયાત પર મળતી કસ્ટમ્સ-ડ્યુટીની મુક્તિની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. અગાઉ આ છૂટની અંતિમ તારીખ ૩૧ ઑક્ટોબર હતી. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી કાપડ અને રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન-ખર્ચ ઘટાડવામાં મદદ મળશે જેનો સીધો લાભ ઉત્પાદકો અને ગ્રાહકોને થશે. આ સાથે જ સ્થાનિક ખેડૂતોનાં હિતોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. બજારમાં કપાસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થવાથી સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME)ને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. નાણાં-મંત્રાલયે ૨૦૨૬ની ૩૦ મેના કસ્ટમ્સ નોટિફિકેશનમાં સુધારો કરીને આ રાહત વધુ બે મહિના માટે લંબાવી છે. આ સુધારો કસ્ટમ્સ ઍક્ટ ૧૯૬૨ની કલમ ૨૫(૧) અને ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૧ની કલમ ૧૨૪ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.