રિઝર્વ બૅન્કે કોટક મહિન્દ્ર, ઇન્ડસઇન્ડ બૅન્કને એક-એક કરોડનો દંડ ફટકાર્યો

05 July, 2022 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કે કહ્યું કે તેણે નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ કોટક મહિન્દ્રા બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક પર લગભગ એક–એક કરોડ રૂપિયાનો દંડ લાદ્યો છે

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે કહ્યું કે તેણે નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ કોટક મહિન્દ્રા બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક પર લગભગ એક–એક કરોડ રૂપિયાનો દંડ લાદ્યો છે. આ ઉપરાંત આરબીઆઇએ ચાર સહકારી બૅન્કો પર પણ દંડ લગાવ્યો છે. કોટક મહિન્દ્રા બૅન્ક પર ‘ધ ડિપોઝિટર એજ્યુકેશન ઍન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, ૨૦૧૪’ સંબંધિત કેટલાક નિયમોના ઉલ્લંઘન માટે અને ‘અનધિકૃત ઇલેક્ટ્રૉનિકમાં ગ્રાહક સુરક્ષા મર્યાદાની જવાબદારી’ના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ૧.૦૫ કરોડ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે KYC નિયમોનું પાલન ન કરવા બદલ ઇન્ડસઇન્ડ બૅન્ક પર એક કરોડ કરોડનો દંડ કરાયો છે. નવજીવન સહકારી બૅન્ક, બાલાંગિર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડ, બાલાંગિર; ઢાકુરિયા કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડ, કલકત્તા; અને ધ પલાની કો-ઑપરેટિવ અર્બન બૅન્ક લિમિટેડ, પલાની ઉપર એક લાખથી બે લાખ રૂપિયાની વચ્ચે દંડ ફટકાર્યો છે.

business news reserve bank of india