અમેરિકન ડૉલર સામે રૂપિયો ૯૨ના સ્તરને વટાવી ગયો, નવા રેકૉર્ડ નીચા સ્તરે પહોંચ્યો

05 March, 2026 08:50 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્ટરબૅન્ક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૯૨.૦૫ પર ખૂલ્યા પછી અમેરિકન ચલણ સામે ૯૨.૧૮ની શરૂઆતની નીચી સપાટીએ પહોંચી ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઑઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે ગઈ કાલે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો ૬૯ પૈસા ઘટીને અમેરિકન ડૉલર સામે ૯૨.૧૮ના નવા સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. મંગળવારે જાન્યુઆરી ૨૦૨૫ પછીના સૌથી ઊંચા સ્તરે બંધ થયા પછી જિયો-પૉલિટિકલ તનાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ૧.૪ ટકા વધીને ૯૨.૫૭ ડૉલર પ્રતિ બૅરલ થયું હતું.
આ મુદ્દે ફૉરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે ‘ક્રૂડ ઑઇલના ભાવમાં તીવ્ર વધારાને કારણે સ્થાનિક ચલણ ભારે દબાણ હેઠળ છે. ઈરાનની કટોકટીને પગલે વાયદા વેપારમાં બ્રેન્ટ ક્રૂડ ૮૨ ડૉલર પ્રતિ બૅરલના સ્તરને પાર કરી ગયું છે, જેનાથી રોકાણકારોની ભાવનાઓ પર અસર પડી છે.’

ઇન્ટરબૅન્ક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૯૨.૦૫ પર ખૂલ્યા પછી અમેરિકન ચલણ સામે ૯૨.૧૮ની શરૂઆતની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

business news finance news finance ministry indian rupee united states of america middle east crisis