ખેડૂતોને લોન : એસબીઆઇ અને અદાણી કૅપિટલે કર્યો કરાર

03 December, 2021 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અદાણી કૅપિટલ અદાણી ગ્રુપની નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ખેડૂતોને લોન પૂરી પાડવા માટે સૌથી મોટી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ અદાણી કૅપિટલ સાથે સહયોગ સાધ્યો છે. 
એસબીઆઇએ ગુરુવારે નિવેદનમાં જણાવ્યા અનુસાર ખેડૂતોને ટ્રૅક્ટર, ખેતીનાં ઓજારો ખરીદવા અર્થે લોન અપાવવા અદાણી કૅપિટલ પ્રાઇવેટ લિમિટેડ સાથે મુખ્ય કરાર કર્યો છે. અદાણી કૅપિટલ અદાણી ગ્રુપની નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની છે. 
બૅન્કના ચૅરમૅન દિનેશ ખારાએ કહ્યું કે આ સહયોગની મદદથી એસબીઆઇના ગ્રાહકોની સંખ્યા વધશે તથા દેશમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે. આગામી સમયમાં વધુ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ સાથે કામ કરવામાં આવશે. 

business news