નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ચારથી ૭ મેની મહત્ત્વની ટર્નિંગ

04 May, 2026 09:46 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૮૫૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૭૫.૪૦ પૉઇન્ટ્સના નેટ સુધારે ૨૪,૦૯૮.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૩૨.૨૧ પૉઇન્ટ્સના નેટ સુધારે ૭૬,૯૧૩.૫૦ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૨૭૫ ઉપર ૭૭,૯૮૩, ૭૮,૧૬૭  પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૬,૨૫૮ નીચે ૭૫,૮૬૮, ૭૫,૪૫૦, ૭૪,૯૭૦, ૭૪,૬૮૦, ૭૪,૪૭૦ સુધીની શક્યતા જોવા મળશે. ચારથી ૭મી મે ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (જેમણે પાછલા સપોર્ટ એરિયા પાસે લેણ કર્યું હતું એમને હવે લાગે છે કે એમણે ભૂલ કરી હતી. એમની પાસે હવે બેજ વિકલ્પ રહે છે કાં તો બ્રોકરને વધારાનું માર્જિન આપી લેણ ચાલુ રાખે અથવા તો ઘટતા ભાવે નુકસાન સહન કરી જૂનું લેણ સરખું કરે એટલે કે ખરીદેલો માલ વેચી દે. તૂટેલું પાછલું સપોર્ટ લેવલ હવે રેજિસ્ટન્સ લેવલ બની જાય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૦૮૫.૦૮ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

બજાજ ફીનસર્વ (૧૭૫૨.૪૦) ઃ ૧૮૫૮.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૮૫ ઉપર ૧૮૦૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭૩૨ નીચે ૧૭૨૬ તૂટે તો   ૧૭૧૬, ૧૬૯૫ સુધીની શક્યતા જોવા મળશે.

CG પાવર (૮૧૩.૩૫) : ૮૪૬.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૨૫ ઉપર  ૮૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૦૩ નીચે ૮૦૦ તૂટે તો ૭૯૫, ૭૮૩, ૭૭૦, ૭૫૭, ૭૪૪, ૭૩૨, ૭૨૦ સુધીની શક્યતા જોવા મળશે.

બૅન્ક નિફટી ફ્યુચર (૫૫,૧૯૫.૨૦)ઃ ૫૭,૪૭૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૮૦૩ ઉપર ૫૬,૫૦૨, ૫૬,૭૬૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૪,૬૦૫ નીચે ૫૪,૨૪૦, ૫૩,૭૮૫, ૫૩,૩૨૦, ૫૨,૯૪૦, ૫૨,૮૬૦ સુધીની શક્યતા જોવા મળશે.

નિફ્ટી ફ્યુચર (૨૪,૦૯૮.૨૦) : ૨૪,૬૦૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૩૧૩ ઉપર ૨૪,૩૮૬, ૨૪,૪૫૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૮૫૧ નીચે ૨૩,૬૨૫, ૨૩,૫૮૦, ૨૩,૪૪૦, ૨૩,૨૯૦, ૨૩,૧૮૦, ૨૩,૧૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

HFCL (૧૧૬.૦૩) : ૫૯.૮૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૯.૫૦ ઉપર ૧૨૨, ૧૨૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૮ નીચે ૧૦૦ સપોર્ટ ગણાય. હવે નવા લેણમાં સાવચેતી જરૂરી. આ સાથે લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે.

LIC (૭૯૭.૯૦) : ૮૫૬.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૧૨ ઉપર ૮૨૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૯૬ નીચે ૭૮૮, ૭૮૦, ૭૭૨, ૭૬૩, ૭૫૫, ૭૪૬ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર : અમારી હામ જોઈ સમસમીને રહી ગયો દરિયો, અમે તરતા રહ્યા બેસીને કાગળના તરાપા પર. - ખલીલ ધનતેજવી

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange