Stock Market: સ્થાનિક શેરબજાર ખુલતા જ સેન્સેક્સ 150 અંકે ગગડ્યો, જાણો નિફ્ટીની સ્થિતિ 

03 October, 2022 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે સોમવારે SGX નિફ્ટી બેસોથી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસની શરૂઆત સ્થાનિક શેરબજારમાં નબળાઈ સાથે થઈ છે. સોમવારે સેન્સેક્સ (Sensex)બજાર ખૂલ્યા બાદ 253.86 પોઈન્ટના ઘટાડા સાથે 57,173.06 પોઈન્ટના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી 41.85 પોઈન્ટના ઘટાડા સાથે 17,052.50 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સોમવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં સુઝલોન એનર્જીના શેરમાં ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, MGLના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે.

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય બજારમાં નબળા ઓપનિંગ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે સોમવારે SGX નિફ્ટી બેસોથી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે યુએસ માર્કેટ 1.5-1.7% ના મોટા ઘટાડા સાથે દિવસના તળિયે બંધ થયું. આ દરમિયાન ડાઉ જોન્સ 500 પોઈન્ટ તોડીને બે વર્ષમાં પ્રથમ વખત 29,000 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો.

business news sensex stock market