સ્વિગી ઇન્સ્ટામાર્ટમાં ૫૨૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

03 December, 2021 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વિગી ઇન્સ્ટામાર્ટનો પ્રારંભ વર્ષ ૨૦૨૦માં ગુડગાંવ અને બૅન્ગલોરમાં કરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ ગુરુવારે જણાવ્યા મુજબ એ પોતાની કરિયાણાની ડિલિવરીની સેવા માટેની કંપની ઇન્સ્ટામાર્ટમાં ૭૦૦ મિલ્યન ડૉલર (આશરે ૫૨૫૦ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. 
સ્વિગી ઇન્સ્ટામાર્ટનો પ્રારંભ વર્ષ ૨૦૨૦માં ગુડગાંવ અને બૅન્ગલોરમાં કરવામાં આવ્યો હતો. હવે તેનો ફેલાવો ૧૮ શહેરોમાં કરવામાં આવી રહ્યો છે. હાલ તેની સેવા અમદાવાદ, બૅન્ગલોર, ચેન્નઈ, કોઇમ્બતૂર, ચંડીગઢ, દિલ્હી, ગુડગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કલકત્તા, કોચી, લખનઉ, લુધિયાણા, મુંબઈ, નોઇડા, પુણે અને વિઝાગમાં ઉપલબ્ધ છે. 

business news