સ્વિસ બૅન્કોએ પબ્લિક બ્લૉકચેઇન પર પાર પાડ્યું સર્વપ્રથમ કાનૂની માન્યતાપ્રાપ્ત બૅન્કિંગ પેમેન્ટ

18 September, 2025 08:00 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ વ્યવહાર આપોઆપ અને કાનૂની માન્યતા સાથે થાય એ માટે સ્માર્ટ કૉન્ટ્રૅક્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

સ્વિસ બૅન્કોએ જાહેર બ્લૉકચેઇન પર પહેલી વખત કાનૂની રીતે માન્ય બૅન્ક-પેમેન્ટ પૂર્ણ કર્યું છે જે નિયમન હેઠળના ડિજિટલ ફાઇનૅન્સમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ મનાય છે.

આ અખતરાનું નેતૃત્વ સ્વિસ બૅન્કર્સ અસોસિએશને કર્યું હતું અને એમાં યુબીએસ, પોસ્ટફાઇનૅન્સ અને સાયગ્નમ બૅન્ક સામેલ હતાં. એમાં ડિપોઝિટ ટોકન્સનો ઉપયોગ કરવામાં આવ્યો જે બૅન્કમાં જમા નાણાંનું ડિજિટલ પ્રતિનિધિત્વ છે. આ ટોકનથી બ્લૉકચેઇન પર સૂચના મળ્યા બાદ ફિયાટ કરન્સી ટ્રાન્સફર કરવામાં આવી હતી. સાથે જ આ પ્રક્રિયામાં ટોકનાઇઝ્ડ રિયલ વર્લ્ડ ઍસેટ્સની આપ-લે નિયમનકારી દેખરેખ હેઠળ ફિયાટ કરન્સી સાથે થઈ હતી. આના પરથી જોઈ શકાય છે કે બ્લૉકચેઇન ટેક્નૉલૉજી પર આધારિત ઍસેટનું પરંપરાગત કરન્સી સાથે એક્સચેન્જ 
શક્ય છે.

આ વ્યવહાર આપોઆપ અને કાનૂની માન્યતા સાથે થાય એ માટે સ્માર્ટ કૉન્ટ્રૅક્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. એના દ્વારા નિયમપાલન થયું હતું અને સલામતી સાથે વ્યવહાર કરવામાં આવ્યા હતા.

દરમ્યાન અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજદર વિશેનો નિર્ણય જાહેર કરે એ પહેલાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૬૩ ટકા વધીને ૪.૦૧ ટ્રિલ્યન ડૉલર થયું હતું, જ્યારે બિટકૉઇનનો ભાવ ૦.૫૧ ટકાના વધારા સાથે ૧,૧૫,૬૨૪ ડૉલર પર પહોંચ્યો હતો. ઇથેરિયમમાં ૧.૧૫ ટકા વૃદ્ધિ થઈને ભાવ ૪૪૮૭ ડૉલર થયો હતો.

business news bitcoin crypto currency reserve bank of india united states of america