એનએસઈમાં પાંચ કરોડથી પણ વધુ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ

26 October, 2021 03:15 PM IST  |  Mumbai | Paresh Kapasi

એક્સચેન્જમાં નોંધાયેલા યુનિક ક્લાયન્ટ કોડની કુલ સંખ્યા ૮.૮૬ કરોડ છે

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (એનએસઈ) પર નોંધાયેલા રોકાણકારોની સંખ્યા સોમવારે પાંચ કરોડને વટાવી ગઈ હતી.

ત્રણ કરોડ રજિસ્ટર્ડ રોકાણકારોથી ચાર કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો સુધીની સફરમાં લગભગ ૧૫ મહિનાનો સમય લાગ્યો, જ્યારે પછીના એક કરોડ રોકાણકારોની નોંધણીમાં સાત મહિના કરતાં ઓછો સમય લાગ્યો, એમ આ અગ્રણી એક્સચેન્જે એક નિવેદનમાં જણાવ્યું હતું.

એક્સચેન્જમાં નોંધાયેલા યુનિક ક્લાયન્ટ કોડની કુલ સંખ્યા ૮.૮૬ કરોડ છે (ક્લાયન્ટ એક કરતાં વધુ ટ્રેડિંગ મેમ્બર સાથે નોંધણી કરાવી શકે છે).

એનએસઈના એમડી અને સીઈઓ વિક્રમ લિમયેએ જણાવ્યું હતું કે આજે પ્રાપ્ત કરાયેલું સીમાચિહ્‍ન સરકાર, નિયમનકારો અને તમામ હિસ્સેદારોને કારણે શક્ય બન્યું છે. આ સંખ્યા આગામી ત્રણ-ચાર વર્ષમાં ૧૦ કરોડ થવાની આશા છે.

મને ખાતરી છે કે તમામ હિસ્સેદારોના કેન્દ્રિત પ્રયાસોથી આપણે આગળનાં ૩-૪ વર્ષમાં ૧૦ કરોડ અનન્ય રોકાણકારોની માર્કેટને આગળ વધારવા અને ૧૦ કરોડ અનન્ય રોકાણકારોને સ્પર્શવા જોઈએ.

સીડીએસએલ અને એનએસડીએલ એમ બે ડિપોઝિટરીઝ મળીને દેશમાં કુલ ડીમૅટ ખાતાની સંખ્યા ૭.૦૨ કરોડની આસપાસ છે.

એક રોકાણકાર પાસે એક કરતાં વધુ ડીમૅટ અકાઉન્ટ અથવા ટ્રેડિંગ અકાઉન્ટ હોઈ શકે છે.

business news