22 November, 2025 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI-ટ્રાઇ)એ ફરજિયાત બનાવ્યું છે કે બધી મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ, ઍસેટ મૅનેજમેન્ટ કંપની (AMC)ઓ, બૅન્કો, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કૉર્પોરેશન્સ (NBFC) અને પેન્શન ફન્ડ મૅનેજરો ગ્રાહકોને કૉલ કરવા માટે ‘1600’થી શરૂ થતા નંબરોનો ઉપયોગ કરે. આ માટે ટાઇમલાઇન પણ જાહેર કરવામાં આવી છે. ટ્રાઇએ બૅન્કો માટે ૨૦૨૬ની ૧ જાન્યુઆરી, મોટી NBFC માટે ૨૦૨૬ની ૧ ફેબ્રુઆરી, બાકીની NBFC અને ગ્રામીણ બૅન્કો માટે ૨૦૨૬ની ૧ માર્ચ અને AMC માટે ૨૦૨૬ની ૧૫ ફેબ્રુઆરીની અંતિમ તારીખ નક્કી કરી છે. સ્ટૉકબ્રોકર્સ માટે અંતિમ તારીખ ૨૦૨૬ની ૧૫ માર્ચ છે.