નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૮૯૦, ૨૫,૯૪૦ અને નીચામાં ૨૫,૬૭૦ મહત્ત્વની સપાટી

12 January, 2026 07:39 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે.

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૭૨૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૬૭.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫૭૮૮.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૧૮૫.૭૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૩,૫૭૬.૨૪ બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૪૦૬, ૮૪,૬૦૬, ૮૪,૭૮૦, ૮૪,૯૬૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૩,૪૦૨ નીચે ૮૩,૦૩૦, ૮૨,૬૭૦ સુધીની શક્યતા. ટ્રમ્પના ટૅરિફ પર નજર રાખવી. ઉછાળે સાવચેતી જણાય છે. શૅરબજારમાં ક્યારેક સારા કે નરસા સમાચારે ધારણા બહારની વધ-ઘટ જોવાતી હોય છે. ટ્રમ્પના ૫૦૦ ટકા ટૅરિફના સમાચારને કારણે મોટો ગભરાટ જોવા  મળી રહ્યો છે. આમાં કોઈ તરફેણનો ફેરફાર જોવાય તો સુધારો પણ આવો જ જોવાઈ શકે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય (આજથી આપણે સપોર્ટ અને રેજિસ્ટન્ટ લેવલ વિશે સમજીશું. જે દિશામાં માર્કેટનો ટ્રેન્ડ ચાલતો હોય એ દિશામાં સંખ્યાબંધ ટૉપ અને બૉટમનું નિર્માણ થતું હોય છે. આ ટૉપ અને બૉટમને આપણે યોગ્ય નામ આપીએ અને સપોર્ટ અને રેજિસ્ટન્ટ વિશે વિગતવાર સમજીએ. SUPPORT AND RESISTANCE = ઘટાડા વખતે બનેલા બૉટમને સપોર્ટ લેવલ કહે છે. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૬,૧૧૬.૯૪ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે દરરોજ બદલાયા કરે છે.

એમ્બેસી ડેવલપમેન્ટ (૬૭.૦૯) ૧૨૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૧ ઉપર ૭૪, ૭૮, ૮૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૪ નીચે ૬૦ અને ૫૬ મહત્ત્વના સપોર્ટ ગણાય. ઘટાડે થોડું રોકાણ કરવાનું જોખમ લઈ શકાય.

વૉલ્ટાસ (૧૪૬૬.૮૦) ૧૩૪૩.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૯૦ કુદાવતાં ૧૫૨૩ આખરી પ્રતિકારક સપાટી ગણાય, જેની ઉપર ૧૫૩૩, ૧૫૮૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૫૮ નીચે ૧૪૩૭ સપોર્ટ ગણાય. ૧૪૩૭ નીચે ૧૪૨૧ અને ૧૩૯૯ મહત્ત્વની સપાટી ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૯૫૪૧.૪૦) ૬૦,૫૩૮.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯,૭૨૦ ઉપર ૫૯,૯૩૦, ૬૦,૨૫૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૯,૯૪૧ નીચે ૫૮,૭૬૧ સુધીની શક્યતા.

નિફ્ટી ફ્યુચર (૨૫,૭૮૮.૩૦)

૨૬,૫૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૮૯૦ ઉપર ૨૫,૯૪૦, ૨૬,૦૩૧, ૨૬,૧૨૦, ૨૬,૨૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫,૭૨૫ નીચે ૨૫,૬૭૦, ૨૫,૫૫૫, ૨૫,૪૨૮ સુધીની શક્યતા. આ સાથે અઠવાટિક ચાર્ટ આપ્યો છે. 

HDFC AMC (૨૫૨૩.૪૦)

૨૭૩૮.૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૪૮ ઉપર ૨૫૮૬, ૨૬૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૧૮ નીચે ૨૫૦૭, ૨૪૯૫ તૂટતાં ૨૪૭૩, ૨૪૩૪, ૨૩૯૬, ૨૩૫૮ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

યુનાઇટેડ સ્પિરિટ્સ (૧૩૩૧.૦૦) 

૧૪૫૧.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૫૭ ઉપર ૧૩૭૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૨૪ નીચે ૧૩૧૮, ૧૩૦૫, ૧૨૯૨, ૧૨૮૦ સુધીની શક્યતા. ઉછાળે વેચવાલી જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange